રવિના ટંડન ડેસ્ટિનેશન વેડિંગ કરનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી, જગમંદિર પેલેસમાં કર્યા હતા લગ્ન
Image Twitter |
Bollywood news: રવિના ટંડન ફિલ્મ નિર્માતા અનિલ થડાણી સાથે લગ્ન કર્યા છે અને તેમના લગ્નને ઘણા વર્ષો થયા છે. રવિનાના લગ્ન તેમના સમયમાં એટલા ભવ્ય હતા કે આજે પણ તેની ચર્ચા થયા છે. બન્નેના લગ્ન પંજાબી અને સિંધી રીત-રિવાજ મુજબ થયા. પણ શું તમે જાણો છો કે તે ડેસ્ટિનેશન વેડિંગ કરનારી પહેરી ભારતીય અભિનેત્રી હતી? હા, આજકાલ ટ્રેન્ડમાં ચાલી રહેલા ડેસ્ટિનેશન વેડિંગ સૌપ્રથમ રવિનાએ અભિનેત્રી તરીકે કર્યા હતા.
આ પણ વાંચો : હેરાફેરી ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન કરી રહી હોવાનો તબુનો સંકેત
રવિના-અનિલના લગ્ન ઉદયપુરના ભવ્ય જગમંદિર પેલેસમાં થયા
રવિનાના લગ્નની બીજી ઘણી રસપ્રદ વાતો હતી. રવિના અને અનિલના લગ્ન ઉદયપુરના ભવ્ય જગમંદિર પેલેસમાં થયા હતા. અનિલ અને રવિનાની પરંપરા મુજબ બન્નેએ પંજાબી અને સિંધી રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા.
લગ્નમાં રવિનાએ માતા વીણા ટંડનની 35 વર્ષ જૂની સાડી પહેરી હતી
પોપગાયક અમરિંદર સિંહ તેમના બેન્ડના 15 સભ્યો સાથે બન્નેના સંગીત મારે આવ્યા હતા. લગ્ન માટે રવિનાએ તેમની માતા વીણા ટંડનની 35 વર્ષ જૂની સાડી પહેરી હતી જેને ફરીથી ડિઝાઈન કરવામાં આવી હતી.
આ પણ વાંચો આખરે આશિકી થ્રીનું શૂટિંગ આગામી મહિનાથી શરૂ થવાની જાહેરાત
મેવાડની રાણી જે ડોલીમાં બેઠી હતી, તે ડોલીમાં રવિના બેઠી હતી
લગ્ન જેટલા ભવ્ય હતા, તેની ડોલી પણ એટલી ચર્ચામાં રહી. એવું કહેવાય છે કે અભિનેત્રી 100 વર્ષ જુની ડોલીમાં મંડપમાં પ્રવેશી હતી. તે એક જુની ડોલીમાં બેઠી હતી, જેમાં એક સમયે મેવાડની રાણી બેઠી હતી. રવિના અને અનિલ થડાણીની પહેલી મુલાકાત 2003માં એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સમયે થઈ હતી. તે સમયે બન્ને વચ્ચે પ્રોફેશનલ સંબંધ હતો. અનિલ થડાણી તેમના પહેલા લગ્નથી સંઘર્ષ કરી રહ્યા હતા અને છૂટાછેડા થઈ ગયા. પછી રવિનાના જન્મદિવસની સાંજે અનિલે અભિનેત્રીને પ્રપોઝ કર્યું અને તેણે પણ હા પાડી. ઘણા મહિનાઓ સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા પછી બન્નેએ ભવ્ય લગ્ન કર્યા. આ પછી બન્ને રાશા અને રણબીરના માતા-પિતા બન્યા.