રશ્મિકાનો દેવરકોંડા માટે ઓપન લવ લેટર
મુંબઇ : રશ્મિકા મંદાનાએ 'મારી જિંદગીમાં આવવા માટે ધન્યવાદ' એવું લખેલો એક મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરતાં આ મેસેજ વિજય દેવરકોંડા માટે હોવાનું માનવામાં આવી રહ્યું છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ડેટ કરી રહ્યા હોવાની અફવા છે. જોકે યુગલે પોતાના સંબંધો વિશે જાહેરમાં કોઇ ઉલ્લેખ કર્યો નથી.
રશ્મિકાએ પોતાના સંદેશામાં લખ્યું છે કે, મારા જીવનમાં આવવા બદલ ધન્યવાદ. આ સાથે તેણે પોતાની પોસ્ટમાં એક સફેદ દિલ ધરાવતું ઇમોજી પણ જોડયું છે. જોકે રશ્મિકાએ પોતાના આ સંદેશો કોઇને ટેગ કર્યો નથી. પરંતુ સોશયલ મીડિયામાં એવું અર્થઘટન થઈ રહ્યું છે કે આ મેસેજ વિજય માટે છે.