રશ્મિકાની કબૂલાત, બધું કામ વિજયને પૂછી પૂછીને જ કરે છે
- રિલેશનશિપ વિશે આડકતરી કબૂલાત
- શબ્દો ચોર્યા વિના કહ્યું, વિજય મારો ગાઈડ છે અને મારી લાઈફની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ
મુંબઇ : રશ્મિકા મંદાનાને વિજય દેવરકોંડા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોક, બંનેએ ક્યારેય આ મુદ્દે કોઈ કબૂલાત કરી નથી. જોકે, હાલમાં રશ્મિકાએ જણાવ્યું છે કે વિજય દેવરકોડાંનો તેને બહુ મોટો સપોર્ટ છે અને તે દરેક બાબતમાં તેની જ સલાહ લે છે. આ રીતે તેણે વિજય સાથેની રિલેશનશિપને આડકતરું કન્ફર્મેશન આપી દીધું છે.
રશ્મિકાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, તે કાંઇ પણ નિર્ણય લેતા પહેલા વિજય દેવરકોંડાની સલાહ લે છે અને તેની સલાહ પ્રમાણે જ ચાલે છે. અભિનેત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વિજય હા માં હા કરનારો વ્યક્તિ નથી. તેના મનમાં હોય છે તે, તે સ્પષ્ટ કહી દેતો હોય છે. વિજય મારી લાઈફની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે.
રશ્મિકા અને વિજય લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું ચર્ચાય છે. તેઓ અનેકવાર સાથે સાથે વેકેશન માણવા પણ જાય છે. જોકે, બંનેએ ક્યારેય પોતાની રિલેશનશિપ વિશે કોઈ જાહેર એકરાર કર્યો નથી.
થોડા સમય પહેલાં તેઓ બંને સગાઈ કરી લેવાનાં હોવાની અટકળો પણ વ્યાપક હતી.