રશ્મિકા પુષ્પા-ટુ માટે શૂટિંગ શરુ કરશે

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
રશ્મિકા પુષ્પા-ટુ માટે શૂટિંગ શરુ કરશે 1 - image


મુંબઈ: રણબીર  સાથેની 'એનિમલ' ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થયા બાદ હવે રશ્મિકા ફરી 'પુષ્પા ટૂ'નાં શૂટિંગમાં પરોવાઈ જશે. આગામી તા. ૧૩મી ડિસેમ્બરથી હૈદરાબાદમાં 'પુષ્પા, ધી રુલ'નાં નવાં શૂટિંગ શિડયૂલનો પ્રારંભ થઈ રહ્યો છે. આ શૂટિંગમાં ફરી રશ્મિકા શ્રીવલ્લીના તેના પાત્ર માટે શુૂટિંગ શરુ કરશે. 'પુષ્પા ટૂ'માં રશ્મિકાનું પાત્ર મૃત્યુ પામે છે તેવી વાર્તા હોવાની વાત અગાઉ ફેલાઈ હતી. તેના કારણે રશ્મિકાના ચાહકો ભારે નારાજ થયા હતા. આ બાબતે ઓનલાઈન કેમ્પેઈન ચાલ્યા બાદ ફિલ્મના સર્જકોએ સ્પષ્ટતા કરવી પડી હતી કે રશ્મિકા ફિલ્મમાં ફૂલ ફલેજ્ડ રોલમાં છે અને તેનું પાત્ર મૃત્યુ પામવાનું નથી. 'પુષ્પા ધી રાઈઝ' એવું ટાઈટલ ધરાવતા પહેલા ભાગમાં શ્રીવલ્લીના પાત્રમા રશ્મિકાને રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ મળી હતી અને તેને નેશનલ ક્રશનું બિરુદ પણ મળ્યું હતું. 


Google NewsGoogle News