રશ્મિકા ફેબ્રુઆરીમાં વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લેશે
- સાઉથના ફિલ્મી વર્તુળોમાં વ્યાપક અટકળો
- બંને લાંબા સમયથી લિવ ઈનમાં રહે છે, રશ્મિકા સારી વાઈફ બનવાની ઈચ્છા પ્રગટ કરી ચૂકી છે
મુંબઇ : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ટૂંક સમયમાં એન્ગેજમેન્ટ કરી લેશે એમ કહેવાય છે. સાઉથના ફિલ્મી વર્તુળોમાં તો એટલી હદ સુધીની ચર્ચા છે કે ફેબ્રુઆરીનાં બીજાં સપ્તાહમાં યુગલની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ છે.
રશ્મિકા અને વિજય દેવરકોંડા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેઓ હૈદરાબાદમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. ગઇ દિવાળીની ઊજવણી રશ્મિકા મંદાનાએ હૈદરાબાદમાં વિજય દેવરકોંડાના ઘરે કરી હતી.
હજુ થોડા સમય પહેલાં રશ્મિકાએ પોતે પોતાના પતિ માટે એક વન્ડરફૂલ વાઈફ પુરવાર થશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર એક ચાહકે તેને જણાવ્યું હતું કે પોતે રશ્મિકા જેવી વાઈફ ઈચ્છે છે. તે સમયે રશ્મિકાએ જવાબ આપ્યો હતો કે હું પણ મારા પતિ માટે એક સારી વાઈફ બની રહું તેવી ઈચ્છા છે. રશ્મિકાએ આડકતરી રીતે પહેલીવાર લગ્ન અંગેની વાત છેડી હતી. તેણ એવો સંકેત પણ આપી દીધો હતો કે તેની જિંદગીમાં કોઈ પુરુષ છે અને તે તેની પત્ની બનવા ઈચ્છે છે.