રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં આઇટમ સોન્ગ કરતી જોવા મળશે
- જોકે આ વિશે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી
મુંબઇ : રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં એક આઇટમ સોન્ગ કરતી જોવા મળે તેવો રિપોર્ટ છે. આ ગીતમાં તે વિજય દેવરકોંડા સાથે જોડી જમાવવાની છે.જોકે આ વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
મળેલી જાણકારીના અનુસાર, મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ ફેમિલિ સ્ટારમાં રશ્મિકા મંદાના જોવા મળે તેવી શક્યતા છે. કહેવાય છે કે, આ ફિલ્મમાં રશ્મિકાનો બન્ને કલાકારો સાથે એક ડાન્સ નંબર હશે.
થોડા દિવસો પહેલા રશ્મિકા મદાના, વિજય દેવરકોંડા અને મૃણાલઠાકુરે એક સાથે ઇન્સ્ટાસ્ટોરી પર પોતાની દિલ્હી શૂટિંગની ઓન લોકેશનની જાણકારી આપી હતી. આ પછી લોકો અટકળ બાંધી રહ્યા છે કે, રશ્મિકા, વિજય અને મૃણાલ એક સાથે ફિલ્મમાં જોવા મળશે.
અક વાતચીત દરમિયાન રશ્મિકાએ જણાવ્યું હતુ ંકે, તે જલદીજ વિજય દેવરકોંડા સાથે કામ કરતી જોવા મળશે. એટલું જ નહીં થોડા સોશયલ મીડિયા હેન્ડલ્સે પણ વિજય દેવરકોંડા અને રશ્મિકા સાથે શૂટિંગ કરતા હોવાની એક ક્લિપ વાયરલ થઇ હતી.