રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા સાથે વિએતનામ ફરવા ગઈ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા સાથે વિએતનામ ફરવા ગઈ 1 - image


- છૂપા સંગાથની વિગતો બહાર આવી ગઈ

- બંનેએ અલગ અલગ ફોટા શેર કર્યાં પરંતુ ચાહકોએ પકડી પાડયા

મુંબઇ : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વિએતનામ પ્રવાસે સાથે સાથે ગયાં હોવાનું ચાહકોએ પકડી પાડયું છે. બંનેએ આ ટૂરના અલગ અલગ ફોટા મુક્યા છે પરંતુ ચકોર ચાહકોએ બંન સાથે હોવાનું પકડી પાડયું છે. 

રશ્મિકાએ શેર કરેલા ફોટામાં તેનાં બ્લેક ચશ્મામાં વિજય દેવરકોંડાના ફોનનું પ્રતિબિંબ ઝિલાઈ ગયું છે. આ ઉપરાંત બીજી કેટલીય તસવીરોમાં કોમન બેકગ્રાઉન્ડના આધારે તેઓ સાથે હોવાનો લોકોને ખ્યાલ આવી ગયો છે.  રશ્મિકા અને વિજય સાથે આવુ ંબીજી વાર બન્યું છે. આ અગાઉ માલદિવ ટૂર દરમિયાન પણ બંનેએ એક  રિસોર્ટનાં ફોટા પોસ્ટ કરતાં તેઓ સાથે હોવાનો ખ્યાલ આવી ગયો હતો. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. બંને આગામી ફેબ્રુઆરીમાં સગાઈ કરી લેશે તેવી પણ અટકળો ચાલે છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી તેમની રિલેશનશિપ કન્ફર્મ કરી નથી. 


Google NewsGoogle News