Get The App

બોક્સ ઓફિસ પર છવાઈ 'શ્રીવલ્લી', સ્ટાર એક્ટર્સ જોડે જોડી જામી, હવે પહેલી પસંદ બની

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
Rashmika Mandana


National Crush Rashmika Mandana: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની લોકપ્રિયતા સતત વધી રહી છે. એક સમય હતો જ્યારે તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ લોકપ્રિય હતી. પરંતુ બોલિવૂડમાં આકર્ષક અભિનય અને અંદાજથી દેશભર અને વિદેશોમાં લાખો-કરોડોની સંખ્યામાં ચાહકોને દિવાના બનાવ્યા છે. રશ્મિકાની વધતી લોકપ્રિયતાના પગલે હવે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહી છે.

ટોપ એક્ટર્સની હિરોઈન બની છે. 2021માં પુષ્પા- ધ રાઈઝે ઉત્તર ભારતમાં મબલક કમાણી કરાવી હતી. અલ્લુ અર્જુનની સાથે રશ્મિકાનો અભિનય પણ નોંધનીય રહ્યો હતો. બાદમાં બોલિવૂડની સુપરહિટ ફિલ્મ એનિમલમાં અલગ અંદાજમાં પાત્ર અનુભવી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રશ્મિકાનું સ્ટારડમ સતત વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ ફિલ્મ સમીક્ષાઓ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત, પણ અભિવ્યક્તિની સ્વાતંત્ર્યનું શું?

સલમાનની સિકંદર ફિલ્મમાં કામ કરશે

રશ્મિકા મંદાના બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે પડદાં પર જોવા મળશે. સલમાનની આગામી ફિલ્મ સિકંદર માટે તેને કાસ્ટ કરવામાં આવી છે. આ સિવાય તે હિરો કેટેગરીના નેશનલ ક્રશ વિક્કી કૌશલની અપકમિંગ મૂવી છાવામાં જોવા મળશે. આયુષ્યમાન ખુરાના સંગ ફિલ્મ થામામાં પણ રશ્મિકા દેખાશે.

બોક્સ ઓફિસ પર છવાઈ 'શ્રીવલ્લી', સ્ટાર એક્ટર્સ જોડે જોડી જામી, હવે પહેલી પસંદ બની 2 - image


Google NewsGoogle News