ભાષાનું અપમાન ન થાય એટલે ઈવેન્ટમાં અંગ્રેજી નથી બોલતી, નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રીનો ખુલાસો

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ભાષાનું અપમાન ન થાય એટલે ઈવેન્ટમાં અંગ્રેજી નથી બોલતી, નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રીનો ખુલાસો 1 - image


Rashmika Mandanna: શ્રીવલ્લીની ભૂમિકા ભજવીને રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ગઈ છે. હાલમાં જ તે આનંદ દેવરકોંડાની ઈવેન્ટમાં હતી. ત્યાં જ્યારે તેણે તેલુગુમાં વાત કરી તો કેટલાક ચાહકોનું દિલ તૂટી ગયું. જેઓ આ ભાષા જાણતા ન હતા તેઓને આશા હતી કે રશ્મિકા ઈંગ્લીશમાં વાત કરશે. લોકોની આ વિનંતી પર રશ્મિકા મંદાનાએ જવાબ આપ્યો છે. તેણીએ જણાવ્યું કે, તે ઈંગ્લીશમાં કેમ બોલતી નથી.

ઈંગ્લીશમાં વાત કરવા કરી વિનંતી 

ટ્વિટર (એક્સ) પર એક ફેન પેજ પર લખાયું કે તમે તેલુગુમાં વાત કરતા રહ્યા જે અમે સમજી શક્યા નહીં. શું તમને નથી લાગતું કે જો તમારા ફેન્સ નોર્થ ઇન્ડિયામાં છે તો તેઓ પણ તમને સાંભળવા માંગશે? જો તમે ઈંગ્લીશ બોલ્યા હોત, માત્ર નોર્થના લોકો જ નહીં પરંતુ કન્નડ, તમિલ અથવા મલયાલમ જાણતા લોકો પણ તમને સમજી શક્યા હોત.

આ કારણે રશ્મિકા ઈંગ્લીશમાં વાત નથી કરતી 

તે ઈવેન્ટ્સમાં ઈંગ્લીશ કેમ નથી બોલતી, એ બાબતે રશ્મિકાએ લખ્યું કે, હું ઈંગ્લીશમાં બોલવાનો પ્રયાસ કરું છું જેથી તમે બધા ભલે તમે ગમે ત્યાંના હોવ, મને સમજી શકો. પરંતુ હું અસ્વસ્થતા અનુભવું છું કે જે લોકો મારી પાસેથી તેમની ભાષામાં બોલવાની અપેક્ષા રાખે છે તેઓ વિચારશે કે હું ભાષાનું અપમાન કરી રહી છું અથવા મને ભાષા આવડતી નથી, પરંતુ હું મારા પૂરતા પ્રયત્નો કરીશ.

ભાષાનું અપમાન ન થાય એટલે ઈવેન્ટમાં અંગ્રેજી નથી બોલતી, નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રીનો ખુલાસો 2 - image


Google NewsGoogle News