રશ્મિકા મંદાના બોયફ્રેન્ડ વિજય સાથે મુંબઈમાં લંચ ડેટ પર
- સિકંદરની રીલિઝ ટાણે જાણી જોઈને ચેષ્ટા
- રશ્મિકાએ હોંશભેર પોઝ આપ્યા, વિજય દેવરકોંડાએ પોતાનો ચહેરો છૂપાવ્યો
મુંબઈ : રશ્મિકા મંદાના તેના બોયફ્રેન્ડ અને એક્ટર વિજય દેવરકોંડા સાથે મુંબઈમાં જાહેરમાં જોવા મળી હતી. બંંને એક રેસ્ટોરાંમાં લંચ પર આવ્યાં હતાં.
રશ્મિકા અને વિજય વચ્ચે અફેર હોવાની ચર્ચા લાંબા સમયથી છે. જોકે, બંનેએ હજુ સુધી આ અંગે આડકતરા સંકેતો જ આપ્યા છે. બંને જાહેરમાં સાથે દેખાયાં હોય તેવું પણ ઓછી વખત બન્યું છે. જોકે, આજે રશ્મિકા મંદાનાની સલમાન ખાન સાથેની ફિલ્મ 'સિકંદર' રીલિઝ થઈ હોવાથી રશ્મિકાએ જાણી જોઈને વિજય દેવરકોંડા સાથે જાહેરમાં દેખાવાનું પસંદ કર્યું હોય તે શક્ય છે. કદાચ રશ્મિકાની અને તે બહાને ફિલ્મની ચર્ચા થાય તે માટે આ પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે છે. રેસ્ટોરાં બહાર રશ્મિકાએ પાપારાઝી ફોટોગ્રાફર્સને ઉત્સાહભેર પોઝ આપ્યા હતા. જોકે, વિજય દેવરકોંડાએ પોતાનો ચહેરો છૂપાવ્યો હતો.