જિમમાં ઈજાગ્રસ્ત થઈ રશ્મિકા મંદાના, સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'સિકંદર' શૂટિંગ ખોરવાયું
Rashmika Mandanna Injured : સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને જીમમાં ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટ્રેસ મંદાના 10 જાન્યુઆરીએ સલમાન ખાન સાથે તેની આવનારી ફિલ્મ 'સિકંદર' નું છેલ્લું શેડ્યૂલ શરૂ કરવાની તૈયારી કરી રહી હતી. પરંતુ શૂટિંગ શરુ થવાની થોડીવાર પહેલા તેને જીમમાં ઈજા પહોંચી હતી. જેના કારણે તેની ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: TMKOCના સોઢીએ અન્ન-જળનો કર્યો ત્યાગ, તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ: મિત્રએ વર્ણવી વ્યથા
થોડો વિરામ લેવાની સલાહ આપવામાં આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસે તેના વ્યસ્ત શેડ્યૂલને ફરીથી શરુ કરતાં પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ થવાની જરૂર છે. જેથી હાલમાં તેને થોડો વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે. જોકે, સમાચાર પ્રમાણે હાલમાં એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે, તે હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે અને ટૂંક સમયમાં સેટ પર પરત ફરશે.
આ પણ વાંચો: રીલિઝ પહેલાં જ કંગનાએ કબૂલ્યું, ઈમર્જન્સી નું દિગ્દર્શન મોટી ભૂલ
રશ્મિકા મંડનાને પહોંચી ઈજા
રશ્મિકા મંડનાના નજીકના એક સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી પ્રમાણે 'રશ્મિકા હાલમાં જ થોડો સમય પહેલા જીમમાં ઘાયલ થઈ હતી જેના કારણે હાલમાં તે આરામ કરી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે.' જોકે, હાલમાં ઈજા પહોંચવાના કારણે તેમની ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. અને રિપોર્ટ મુજબ તે થોડા સમયમાં શૂટિંગ માટે પરત ફરી શકે તેવી સંભાવના છે.