વાયરલ Deepfake બોલ્ડ વીડિયો પર રશ્મિકા મંદાના થઈ ઈમોશનલ, કહ્યું- 'હું ડરી ગઈ છું'
રશ્મિકા મંદાનાનો હાલમાં જ એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
Image Social Media |
તા. 6 નવેમ્બર 2023, સોમવાર
Rashmika Mandanna viral bold video : રશ્મિકા મંદાનાનો હાલમાં જ એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. વીડિયો જોઈ કોઈ પણ છેતરાઈ જાય. વીડિયોમાં જોવા મળતી એક છોકરી છે જેણે Deepfake દ્વારા એડિટ કરીને રશ્મિકાનો ચહેરો લગાવી દીધો છે. આ વાયરલ વીડિયો જોયા પછી એક્ટ્રેસે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. તેણે ટ્વિટ કરીને કહ્યુ કે, ટેકનોલોજીનો દુરુપયોગ કરી કોઈને પણ નુકસાન પહોચાડી શકે છે. તે આ ઘટનાથી હું ખૂબ આઘાતમાં આવી ગઈ છે. તેણે આ મામલે સાયબર પોલીસને પણ ટેગ કર્યુ છે.
વાયરલ વીડિયો પર રશ્મિકાનું ટ્વિટ
રશ્મિકાએ પોતાના X હેન્ડલ પર લખ્યું છે, કે મને આને શેર કરવામાં અને વાત કરવાથી ખરેખર દુખ થઈ રહ્યું છે કે મારા ડીપફેક વીડિયોને ઓનલાઈન ફેલાવામાં આવી રહ્યો છે. આ મારા માટે નહીં પરંતુ આજે આ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ગંભીર છે, કારણ કે ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ કારણે આપણે બધા કેટલા અસુરક્ષિત છીએ.
"એક મહિલા અને એક એક્ટ્રેસ તરીકે હું મારા પરિવાર, મિત્રો અને શુભચિંતકોની આભારી છું, જે મારા પ્રોટેક્શન અને સપોર્ટ સિસ્ટમ રહ્યા છે, પરંતુ, જો આ ઘટના મારી સાથે સ્કુલ કોલેજમાં બની હોત તો, આજે હું વિચારી પણ ન શકત કે, હું તેનો કઈ રીતે સામનો કરી શકતી. આ પહેલા અમારામાંથી કોઈને આવી ઘટનાનો સામનો ન કરવો પડે, તેથી એક જુથ બની આપણે તેના પર ધ્યાન આપવું જરુરી છે."
રશ્મિકાના સપોર્ટમાં અમિતાભનું ટ્વિટ
આ પહેલા અમિતાભ બચ્ચને રશ્મિકાને સપોર્ટ કરતાં એક ટ્વિટ કર્યું છે. હકીકતમાં એક યુજરે ટ્વિટ કરીને કહ્યું કે, ભારતમાં ડીપફેકથી છુટકારો મેળવવા માટે કાયદાકીય રીતે તાત્કાલિક પગલાં લેવા જરુરી છે. તેને શેર કરી અમિતાભે લખ્યું હતું કે, હાં, કાયદાકીય રીતે આ મજબૂત કેસ છે, સ્વાભાવિક છે કે અમિતાભે રશ્મિકાની સાથે ફિલ્મ 'ગુડબાય'માં કામ કર્યુ હતું.