રશ્મિકા મંદાનાએ પોતે સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રી હોવાની વાતનું ખંડન કર્યું
- અભિનેત્રીએે પુષ્પા ટુમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની અફવા
મુંબઇ : અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની પુષ્પા ટુ ૫ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે અભિનેત્રીએ ૧૦ કરકોડ રૂપિયા મહેનતાણું લીધું હોવાની અફવા છે. રશ્મિકાએ ગોવામા ંયોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વાતનું ખંડન કર્યું છે. જોકે તેણે પોતાની ફી વિશે કોઇ સ્પષ્ટતા કરી નથી. અભિનેત્રીએ જણાવ્યુ ંહતું કે, હું આ વાત સાચી ન હોવાથી, આ વાત સાથે સહમત નથી.
પુષ્પાટુમાં શ્રીવલ્લીની ભૂમિકા માટે રશ્મિકાને ૧૦ કરોડ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું છે તેવી ચર્ચા થઇ રહી છે.એક રિપોર્ટના અનુસાર તેની કુલ સંપત્તિ ૪૫ કરોડ રૂપિયા છે.
રશ્મિકાએ ફિલ્મ મહોત્સવના સમાપન દ્વારા પોતાની ફી વિશે સ્પષ્ટતા કરીહતી. અભિનેત્રીએ ફિલ્મ મહોત્સવને જશ્ન સમાન ગણાવ્યો હતો, જ્યાં દરેક કલાકાર પોતાની ફિલ્મનો જશ્ન મનાવતો હોય છે.