રશ્મિકા મંદાના ડીપફેક કેસમાં દિલ્હી પોલીસ થઈ 'એક્ટિવ', મેટા પાસે Videoને લગતી આ માહિતી માગી

દિલ્હી પોલીસે મેટાને કહ્યું - જે એકાઉન્ટથી વીડિયો શેર કરાયો હતો તેની વિગતો આપો

પોલીસે આ કાર્યવાહી આ મામલે એફઆઈઆર નોંધ્યાના એક દિવસ પછી કરી

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
રશ્મિકા મંદાના ડીપફેક કેસમાં દિલ્હી પોલીસ થઈ 'એક્ટિવ', મેટા પાસે Videoને લગતી આ માહિતી માગી 1 - image

દિલ્હી પોલીસ (Delhi Police) એ સોશિયલ મીડિયા કંપની મેટા (META) ને એ એકાઉન્ટનું યુઆરએલ (URL) તથા અન્ય વિગતો ઉપલબ્ધ કરાવવા પત્ર લખ્યો છે જેના પરથી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપ ફેક વીડિયો (Rashmika Mandanna Deepfake Video) શેર કરવામાં આવ્યો હતો.

આ મામલે દિલ્હી પોલીસે છે નોંધી છે એફઆઈઆર 

પોલીસે આ કાર્યવાહી આ મામલે એફઆઈઆર નોંધ્યાના એક દિવસ પછી કરી છે. એક અધિકારીએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર ફેક વીડિયો શેર કરનારા લોકો વિશે પણ માહિતી માગી છે. અધિકારીએ કહ્યું કે અમે એ એકાઉન્ટનું યુઆરએલ માગ્યું છે જેના પરથી વીડિયો બનાવાયો હતો અને શેર કરાયો હતો. આ મામલે મેટાને પત્ર લખી દેવામાં આવ્યો છે. 

કઈ કઈ કલમો લગાડી? 

દિલ્હી પોલીસના વિશેષ બ્રાન્ચની ઈન્ટેલિજન્સ ફ્યૂઝન એન્ડ સ્ટ્રેટજિક ઓપરેશન્સ યુનિટમાં આઈપીસીની કલમ 465 અને 469 તથા આઈટી એક્ટની કલમ 66સી અને 66ઈ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે અધિકારીએ કહ્યું કે કેસનો નિકાલ લાવવા માટે અધિકારીઓની એક ટીમ બનાવાઈ છે. અમને આશા છે કે આ મામલાને જલ્દી જ ઉકેલી લેવાશે. 

શું છે મામલો? 

આ મામલે દિલ્હી મહિલા પંચે પણ શુક્રવારે વીડિયોના સંબંધમાં પોલીસને નોટિસ મોકલી હતી અને આ કૃત્યમાં સામે લોકો સામે કાર્યવાહીની માગ કરી હતી. ગત અઠવાડિયે સોશિયલ મીડિયા પર રશ્મિકાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સોફ્ટવેરની મદદથી બનાવાયો હતો. આ મૂળ વીડિયો એક બ્રિટિશ નાગરિક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરનો બતાવાઈ રહ્યો છે જેનો ચહેરો રશ્મિકા મંદાના સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યો હતો. 

રશ્મિકા મંદાના ડીપફેક કેસમાં દિલ્હી પોલીસ થઈ 'એક્ટિવ', મેટા પાસે Videoને લગતી આ માહિતી માગી 2 - image



Google NewsGoogle News