રશ્મિકા મંદાનાએ પોતે હાલ રિલેશનશિપમાં હોવાનું સ્વીકાર્યું
- જોકે, વિજય દેવરકોંડાનું નામ ન આપ્યું
- હું વ્યક્તિગત જિંદગીમાં એક દીકરી, બહેન અને કોઈની પાર્ટનર પણ છું તેવું કબુલ્યું
મુંબઇ : રશ્મિકા મંદાનાએ પોતે હાલ રિલેશનશિપમાં હોવાનું સ્વીકારી લીધું છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હું મારાં ઘરને એક આનંદદાયક મુકામ તરીકે નિહાળું છે. જિંદગીમાં પ્રસિદ્ધિ આવશે અને જશે પણ ઘર તો રહેવાનું જ છે. હું મારી જિંદગીમાં એક દીકરી, એક બહેન અને એક પાર્ટનર પણ છું.
રશ્મિકાએ પોતાના પાર્ટનરનું નામ જાહેર કર્યું નથી. પરંતુ, એ ઓપન સિક્રેટ છે કે તે અને વિજય દેવરકોંડા હાલ રિલેશનશિપમાં છે.
અગાઉ વિજય પણ પોત ેકોઈને ડેટ કરી રહ્યો હોવાનું જાહેરમાં કહી ચૂક્યો છે. પરંતુ તેણે પણ ત્યારે રશ્મિકાનું નામ આપ્યું ન હતું.
વિજય અને રશ્મિકા અનેક વાર વેકશન માણવા સાથે ગયાં હોવાનું તેમની સોશિયલ મીડિયા પોસ્ટસ પરથી પુરવાર થઈ ચૂક્યું છે.