સલમાનની સિકંદરમાં હિરોઈન તરીકે રશ્મિકા મંદાનાની એન્ટ્રી
- આવતા મહિનેથી શૂટિંગ શરૂ કરી દેવાશે
- નેટ યૂઝર્સની કોમેન્ટસઃ સલમાનને 30 વર્ષ નાની રશ્મિકા સાથે રોમાન્સ કરતો ન દેખાડાય તો સારું
મુંબઇ : સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'માં રશ્મિકા મંદાનાની હિરોઈન તરીકે એન્ટ્રી થઈ છે. રશ્મિકાની ભૂમિકા વિશે વધારે વિગતો અપાઈ નથી પરંતુ નેટ યૂઝર્સ કોમેન્ટસ કરી રહ્યા છે કે સલમાન અને તેના કરતાં ૩૦ વર્ષ નાની રશ્મિકાને સ્ક્રીન પર રોમાન્સ કરતાં ન દેખાડાય તે બહેતર હશે.
રશ્મિકાએ જાતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકોને માહિતી આપતાં કહ્યું હતું કે પોતે સલમાનની ફિલ્મમાં કામ કરી રહી છે. રશ્મિકાએ જણાવ્યા અનુસાર આ ફિલ્મ આગામી વર્ષે ઈદ દરમિયાન રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.
ફિલ્મના ડાયરેક્ટર એ.આર. મુરગાદોસ છે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.
સલમાનની પાછલાં વર્ષોની મોટાભાગની ફિલ્મો સદંતર ફલોપ થઈ ચૂકી હોવાથી હવે આ એક્શન ફિલ્મ પર તેને બહુ આશા છે.
જોકે, રશ્મિકા તથા ફિલ્મની ટીમની જાહેરાતના સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ લખ્યું હતું કે અગાઉ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં અક્ષય કુમાર સામે તેના કરતાં ૨૭ વર્ષ નાની માનુષી છિલ્લરને હિરોઈન બનાવવાની ભૂલ કરાઈ હતી.
હવે 'સિકંદર'ના કેસમાં પણ આપણને સલમાન અને રશ્મિકાના રોમાન્ટિક દૃશ્યો જોવા ન મળે તેવી આશા છે.
ફિલ્મના અન્ય કલાકારો તથા રશ્મિકાની ચોક્કસ શું ભૂમિકા હશે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.