રશ્મિકા મંદાના હજુ પણ એક્સ ફિયાન્સના સંપર્કમાં
- છ વર્ષ પહેલાં બંનેની સગાઈ થઈ હતી
- રક્ષિત અને રશ્મિકા એકબીજાને મેસેજીસ કરે છે તથા ફિલ્મોની શુભેચ્છા પણ પાઠવે છે
મુંબઇ : 'પુષ્પા' ફિલ્મ બાદ નેશનલ ક્રશ બની ગયેલી અને હાલ સાઉથની ફિલ્મોમાં ઝડપથી ટોચની હિરોઈન બની રહેલી રશ્મિકા મંદાનાની સગાઈ છ વર્ષ પહેલાં રક્ષિત શેટ્ટી સાથે થઈ હતી. જોકે, બાદમાં બંનેનું બ્રેક અપ થયું હતું. હવે રક્ષિતે જાહેર કર્યું છે કે તેના અને રશ્મિકા વચ્ચ સંપર્ક સેતુ ક્યારેય તૂટયો નથી. તેઓ આજે પણ સારા મિત્રો છે.
રક્ષિતે જણાવ્યુ હતુ કે, હું અને રશ્મિકા કદી કદી એકબીજાને મેસેજ કરી લઇએ છીએ. જોકે અમે રોજેરોજના સંપર્કમાં નથી. પરંતુ મારી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે રશ્મિકા મને શુભેચ્છા આપવાનું ભૂલી નથી. તેમજ તેની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે હું પણ તેને શુભકામના આપતો હોઉં છું. જન્મદિવસ પર પણ અમે એકબીજાને વિશ કરીએ છીએ.
લોકોને તેમજ રશ્મિકા મંદાનાના ચાહકોને એમ હતું કે, રક્ષિત સેટ્ટી સાથે સગપણ તૂટી ગયા પછી બન્નેના સંબંધમા ંકડવાશ વ્યાપી ગઇ હશે. પરંતુ આ વાત રક્ષિતે ખોટી પાડી છે. તેણે જણાવ્યું છે કે, અમે એકબીજાને સંદેશાઓ પાઠવવાની સાથેસાથે વચ્ચે વચ્ચે વાતચીત પણ કરી લઇએ છીએ.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'કિરિક પાર્ટી'ના શૂટિંગ દરમિયાન રશ્મિકા પોતાના કો-સ્ટાર રક્ષિતને ડેટ કરતી હતી. બન્નેએ ત્રીજી જુલાઇ ૨૦૧૭ના રોજ સગાઈ કરી હતી. જોકે, સગાઈના એક વર્ષ બાદ બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું.