વિજય દેવરકોંડાના ફોરેન શૂટિંગમાં પણ રશ્મિકા મંદાના ભેગી ને ભેગી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
વિજય દેવરકોંડાના ફોરેન શૂટિંગમાં પણ રશ્મિકા મંદાના ભેગી ને ભેગી 1 - image


- સોશિયલ મીડિયા પર કુશીના શૂટિંગના ફોટા વાયરલ

- લિવ ઈનમાં જ રહેતાં હોવાની લાંબા સમયથી અટકળો, રશ્મિકાએ તુર્કીયેના ફોટા શેર કરતાં વાત બહાર આવી

મુંબઈ: સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા અને નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના લાંબા સમયથી લિવ ઈનમાં રહેતાં હોવાની અટકળો ચાલે છે. હવે એવું બહાર આવ્યું છે કે રશ્મિકા વિજયની કેટલીક પાછલી ફિલ્મોનાં વિદેશ શૂટિંગમાં પણ સતત તેની સાથે જ હતી. 

વાસ્તવમાં રશ્મિકાએ તાજેતરમાં પોતાના તુર્કીયેના પાછલા પ્રવાસના કેટલાક ફોટા શેર કર્યા હતા. તેની અને વિજય દેવરકોંડાની હિલચાલ પર નજર રાખનારા ચકોર ચાહકોએ તરત જ પકડી પાડયું હતું કે આ એ જ અરસાના ફોટા છે જ્યારે વિજય 'કુશી' ફિલ્મના શૂટિંગ માટે તુર્કીયેમાં હતો. એટલું જ નહીં રશ્મિકાએ જે  ડાઈનિંગ ટેબલના અને જે વાનગીઓના ફોટા શેર કર્યા હતા તે જ ફોટા અગાઉ વિજય શેર કરી ચૂક્યો હોવાનું પણ લોકોએ બે ફોટા સાથે સાથે મૂકીને પુરવાર કર્યું હતું. તે પરથી બંને તુર્કીયેમાં સાથે હોવાનું પુરવાર થયું હતું. રશ્મિકા અને વિજય અગાઉ માલદિવ ફરવા ગયાં હતાં ત્યારે પણ બંનેએ વારાફરતી એક જ ગોગલ્સ અને એકસમાન સ્વિમિંગ પૂલના બેકગ્રાઉન્ડના ફોટા  શેર કરતાં બંને વેકેશનમાં સાથે હોવાનું નક્કી થયું હતું.


Google NewsGoogle News