Get The App

લીફ્ટમાં રશ્મિકાનો એવો વીડિયો વાયરલ થયો કે અમિતાભ ગુસ્સે ભરાયા, કહ્યું લીગલ એક્શન લો

વાયરલ વીડિયો જોઈને મહાનાયક અમિતાભ બચ્ચન પણ ગુસ્સે ભરાયા

વીડિયોમાં દેખાતી યુવતી રશ્મિકા નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News

લીફ્ટમાં રશ્મિકાનો એવો વીડિયો વાયરલ થયો કે અમિતાભ ગુસ્સે ભરાયા, કહ્યું લીગલ એક્શન લો 1 - image
આજે સ્ટાર એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે આ વીડિયોમાં જે થયું તે કદાચ કાલે તમારી સાથે થઈ શકે છે. આવા વીડિયો આવનારા ભવિષ્યમાં તમારી માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ વાયરલ વીડિયો જોઈને મહાનાયક અમિતાભ બચ્ચન પણ ગુસ્સે ભરાયા અને કહ્યું, આમાં તો લીગલ એક્શન લેવાવા જોઈએ. વીડિયોની હકીકત જાણીને તમને પણ ગુસ્સો આવી જશે.

આ વીડિયોમાં તમને ફિલ્મ જગતની જાણીતી એક્ટ્રેસ રશ્મિકા મંદાના દેખાય છે. પરંતુ હકીકતમાં એવું છે નહીં... જી હા, વીડિયોમાં દેખાતી યુવતી રશ્મિકા નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ છે. DEEP FAKE (ડીપ ફેક) ટેકનોલોજી દ્વારા આ વીડિયોમાં છેડછાડ કરીને અન્ય યુવતીના ચહેરાની જગ્યાએ રશ્મિકાનો ચહેરો બેસાડી દેવામાં આવ્યો છે. એટલે કે આ એક મોર્ફ્ડ વીડિયો છે, પરંતુ સામાન્ય માણસને જ્યાં સુધી હકીકત ન ખ્યાલ આવે ત્યાં સુધી કોઈ કહી ન શકે કે આ વીડિયો ફૅક છે.


DEEP FAKE એટલે એવી ટેકનોલોજી જેના દ્વારા કોઈ વ્યક્તિના ચહેરા કે અવાજને ડિજીટલી બદલીને ખોટી માહિતી કે વીડિયો બનાવવો.
લીફ્ટમાં રશ્મિકાનો એવો વીડિયો વાયરલ થયો કે અમિતાભ ગુસ્સે ભરાયા, કહ્યું લીગલ એક્શન લો 2 - image

હકીકતમાં આ વીડિયો ભારતીય મૂળની બ્રિટિશ યુવતી ઝારા પટેલનો છે જે ઈન્સ્ટાગ્રામ પર ઈન્ફ્લૂઅન્સર છે. વીડિયો જોઈને અમિતાભા બચ્ચને પણ પોતાનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો અને આવા ફૅક વીડિયો માટે ચિંતા વ્યક્ત કરી હતી.


અમે આપને પણ અપીલ કરીએ છીએ કે બને ત્યાં સુધી આ સમાચારને વધુમાં વધુ શૅર કરજો. જેથી ભવિષ્યમાં આવા વીડિયો બને તો લોકો ઓળખી શકે અને વધુ ખોટી માહિતી કે ખોટા વીડિયો શૅર થતા અટકે.


Google NewsGoogle News