રશ્મિકા બોયફ્રેન્ડ વિજયની માતા તથા ભાઈ સાથે પુષ્પા ટૂ જોવા પહોંચી
- વિજય દેવરકોંડાના પરિવારે રશ્મિકાને અપનાવી લીધી
- જોકે, વિજય ખુદ ગાયબ, બંને ક્યારે સંબંધો ઓફિશિયલ કરે છે તેની ચાહકોને પ્રતીક્ષા
મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની વ્યાપક ચર્ચાઓ વચ્ચે રશ્મિકા પોતાની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ 'પુષ્પા ટૂ' જોવા માટે વિજય દેવરકોંડાની માતા તથા નાના ભાઈ સાથે પહોંચી હતી. તે પરથી વિજય દેવરકોંડાના પરિવારે પણ રશ્મિકાને અપનાવી લીધી હોવાનું ચાહકો માની રહ્યા છે.
રશ્મિકા વિજયની માતા માધવી તથા નાના ભાઈ આનંદ સાથે થિયેટરમાં ફિલ્મો જોવા ગઈ હોવાની તસવીરો વાયરલ થઈ છે. જોકે, વિજય તેમની સાથે જણાયો ન હતો. વિજય અને રશ્મિકા જાહેરમાં એકમેક સાથે દેખાવાનું ટાળી રહ્યાં છે. જોકે, થોડા સમય પહેલાં તેમના લંચ ડેટના ફોટા વાયરલ થયા હતા અને તેઓ સાથે સાથે પર્યટન પર હોય તેવી તસવીરો પણ અગાઉ વાયરલ થઈ ચૂકી છે. તાજેતરમાં જ વિજય દેવકરોંડાએ એક ઇન્ટરવ્યુમાં પોતે હવે સિંગલ ન હોવાનું જણાવ્યું હતું. હવે તે અને રશ્મિકા પોતાના સંબંધોને ક્યારે ઓફિશિયલ કરે છે તેની રાહ જોવાઈ રહી છે.