રશ્મિકા અને વિજયે ટ્વિનિંગ કરતાં અફેરની અફવાને સમર્થન

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
રશ્મિકા અને વિજયે ટ્વિનિંગ કરતાં અફેરની અફવાને સમર્થન 1 - image


- રણબીરે તાજેતરમાં પેપર ફોડયું હતું

- વિજય દેવરકોંડા એ મતદાન વખતે તો રશ્મિકાએ એરપોર્ટ પર એકસરખી હૂડી પહેરી

મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ડેટિંગ કરી રહ્યા છે અને હૈદરાબાદમાં લિવ ઈન રિલેશનશિપમાં એક છત હેઠળ સાથે રહે છે તેવી અફવા લાંબા સમયથી ચાલે છે. તાજેતરમાં રણબીર કપૂરે બંનેના અફેરનું પેપર ફોડયા બાદ હવે બંનેએ ફરી ટ્વિનિંગ કરી આ અફવાઓને સમર્થન આપ્યું હતું.  તેલંગણામાં વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન વિજય દેવરકોંડા મત આપવા માટે નીકળ્યો હતો. ત્યારે તેણે વ્હાઈટ હૂડી પહેરી હતી. 

એ  જ અરસામાં રશ્મિકા એરપોર્ટ પર જોવા મળી હતી. તે દરમિયાન તેણે પણ એવી જ વ્હાઈટ હૂડી પહેરી હતી. 

આમ બંનેએ ટ્વિનિંગ કર્યાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. તે પરથી તેમના અફેરની ચર્ચાઓને ફરી સમર્થન મળ્યું છે.  આ અગાઉ પણ રશ્મિકા અને વિજય એકબીજાની કેપ તથા ગોગલ્સ પહેરીને જોવાં મળ્યાં છે. તેમણે માલદિવમાં એક જ સમયે એક જ રિસોર્ટના ફોટા અલગ અલગ રીતે પોસ્ટ કર્યા ત્યારે પણ તેઓ બંને સાથે ફરવા ગયાં હોવાનું સાબિત થઈ ગયું હતું.  તાજેતરમાં એક ઈવેન્ટમાં રશ્મિકાને વિજય અને રણબીર વિશે પૂછવામાં આવ્યું ત્યારે રણબીરે તેની મજાક ઉડાવતાં કહ્યું હતું કે બોલ તને તારો રિયલ હિરો પસંદ છે કે પછી રીલ હિરો ? રણબીરના આ સવાલ પરથી પણ રશ્મિકા અને વિજય દેવરકોંડાનું અફેર ચાલતું હોવાનું કન્ફર્મ થઈ ગયું હતું. 


Google NewsGoogle News