Get The App

રશ્મિકા અને વિજય નાતાલ વેકેશન મનાવવા સાથે રવાના

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
રશ્મિકા અને વિજય નાતાલ વેકેશન મનાવવા સાથે રવાના 1 - image


- બંને એરપોર્ટ પર વારાફરતી દેખાયાં

- બંને હવે રિલેશનશિપ ઓફિશિયલ કરે તેની ચાહકો દ્વારા જોવાતી રાહ

મુંબઈ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા નાતાલની રજાઓ મનાવવા સાથે સાથે પ્રવાસે રવાના થયાં છે. 

બંને એરપોર્ટ પર એક જ સમયગાળામાં પણ વારાફરતી એરપોર્ટ પર દેખાયાં હતાં. તેના પરથી બંને સાથે પ્રવાસ કરી રહ્યાં હોવાનું મનાય છે. 

રશ્મિકા અને વિજય આ અગાઉ પણ અનેક ટ્રીપમાં સાથે હોય તેવું સૂચવતા ફોટા અને વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. 

થોડા સમય પહેલાં વિજયે પોતે રિલેશનશિપમાં હોવાનું કબૂલ્યું હતું. જોકે, તેણે રશ્મિકાનું નામ ઉચ્ચાર્યું ન હતું. હવે ચાહકો બંને પોતાની રિલેશનશિપ વહેલી તકે ઓફિશિયલ કરે તેની રાહ જોઈ રહ્યા છે.


Google NewsGoogle News