Get The App

બોલિવૂડ ડેબ્યૂ પહેલા રાશા થડાનીને માતા રવીના ટંડન તરફથી મળી ખાસ સલાહ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
બોલિવૂડ ડેબ્યૂ પહેલા રાશા થડાનીને માતા રવીના ટંડન તરફથી મળી ખાસ સલાહ 1 - image


Image Source: 

મુંબઈ, તા. 05 ફેબ્રુઆરી 2024 સોમવાર

બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસ રવીના ટંડનની પુત્રી રાશા થડાની ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયામાં પગ મૂકવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર રાશા થડાની, ડાયરેક્ટર અભિષેક કપૂરની આગામી ફિલ્મથી એક્ટિંગ કરિયર શરૂ કરવા જઈ રહી છે. આ વચ્ચે રવીના ટંડને પોતાની પુત્રીને ખાસ સલાહ આપી છે. 

રવીના ટંડને પોતાની પુત્રીના બોલિવૂડ ડેબ્યૂ વિશે વાત કરી. રવીનાએ કહ્યુ કે મને લાગે છે કે જ્યારે તમે પોતાના બાળકોનો ઉછેર કરી રહ્યા હોવ છો તો દરરોજ તમારા માટે એક નવો અનુભવ હોય છે.

રવીનાએ કહ્યુ ક્યારેક-ક્યારેક પોતાના બાળકોને પડવા, ઉઠવા અને ફરીથી ચાલવા દેવા જોઈએ કેમ કે આ રીતે તે મજબૂત થશે અને પોતાના અંદરની શક્તિને ઓળખશે.

રવીનાએ કહ્યુ- દર્શકો કિંગ છે, કન્ટેન્ટ કિંગ છે અને દર્શકો જ છે જે નક્કી કરે છે કે તમે અહીં રહેવા લાયક છો કે પેક અપનો ટાઈમ છે. તમારે આકરી મહેનત કરવી પડશે. તમારે ટેલેન્ટેડ થવુ પડશે. તમે જે કરી રહ્યા છો તેને પૂરી ઈમાનદારીથી કરતા રહેવુ પડશે અને પછી થોડુ નસીબ પણ સાથ આપશે. 

રાશા થડાની અજય દેવગણના ભાણેજ અમન દેવગણ એક જ ફિલ્મથી ડેબ્યૂ કરવાના છે. જોકે, ફિલ્મના ટાઈટલ અને કહાનીને લઈને કોઈ પ્રકારની જાણકારી સામે આવી નથી પરંતુ કહેવાઈ રહ્યુ છે કે રાશા અને અમનની ફિલ્મનું શૂટિંગ વર્ષ 2024ના ઉનાળામાં શરૂ કરાય તેવી શક્યતા છે.


Google NewsGoogle News