રેપર રફ્તારે છૂટાછેડાના પાંચ વર્ષ બાદ કર્યા બીજા લગ્ન, પત્ની મનરાજ સાથેના વેડિંગ ફોટોઝ વાઇરલ
Image: Facebook
Rapper Raftaar Manraj Jawanda Wedding: તમંચે પે ડિસ્કો, ધાકડ અને ઐસા મેં શૈતાન જેવા સુપરહીટ ગીતો માટે જાણીતા ફેમસ રેપર અને સિંગર રફ્તાર કથિતરીતે પોતાની પહેલી પત્ની કોમલ વોહરા સાથે ડિવોર્સ લીધાના 5 વર્ષ બાદ ફેશન સ્ટાઈલિસ્ટ મનરાજ જવંદા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર તેના લગ્નની ઘણી બધી તસવીરો વાઈરલ થઈ રહી છે, જે તેના ચાહકો શેર કરી રહ્યાં છે અને તેને લગ્નની શુભકામનાઓ પણ આપી રહ્યાં છે. જોકે, રફ્તાર કે મનરાજ તરફથી તેમના લગ્નની તસવીરો હજુ શેર કરવામાં આવી નથી.
રફ્તાર-મનરાજ જવંદાના લગ્ન
તેમના લગ્નમાં તેમના પરિવારના અને નજીકના લોકો નજર આવી રહ્યાં છે. ચાહકો તેમના આમ અચાનક લગ્નને લઈને ખૂબ ચોંકી ગયા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે તસવીર
રફ્તાર કે મનરાજ તરફથી તેમના લગ્નની તસવીરો હજુ સુધી શેર કરવામાં આવી નથી પરંતુ ચાહકો એ જાણવા આતુર છે કે શું હકીકતમાં બંનેએ લગ્ન કરી લીધા છે. આ સાથે જ ચાહકો તેમના લગ્નની શુભકામનાઓ પણ આપી રહ્યાં છે. આ પહેલા બંનેના લગ્નનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયુ હતુ, જેમાં રફ્તાર અને મનરાજનું નામ લખેલું છે.
આ પણ વાંચો: અકસ્માત બાદ શ્વેતા રોહિરાના હાથ-પગમાં ફ્રેક્ચર, સલમાન ખાનને માને છે ભાઈ
લગ્નમાં સામેલ થયા નજીકના લોકો
રેપર રફ્તાર, જેનું અસલી નામ દિલિન નાયર છે. જેણે 31 જાન્યુઆરી શુક્રવારે પોતાના પરિવાર અને નજીકના મિત્રોની વચ્ચે મનરાજ સાથે લગ્ન કર્યાં. તેમના લગ્નની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બંનેએ સાઉથ ભારતીય રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યાં. જેમાં તે અને તેમની પત્ની પારંપરિક વસ્ત્રોમાં નજર આવી રહ્યાં છે. ફોટોમાં રફ્તાર, મનરાજના ગળામાં મંગળસૂત્ર બાંધતા નજર આવી રહ્યાં છે.
ચાહકો ઈચ્છે છે કે પોતે શેર કરે લગ્નની તસવીરો
વાઈરલ તસવીરોમાં રફ્તાર અને મનરાજ એકબીજાને પ્રેમથી દેખતાં નજર આવી રહ્યાં છે. બંને માટે આ એક ખૂબ સુંદર ક્ષણ છે. જેમાં તે સાથે ખૂબ ખુશ નજર આવી રહ્યાં છે. તેમના નજીકના લોકો બંને પર ફૂલ વરસાવતાં નજર આવી રહ્યાં છે. તેમના ચાહકો તેમના લગ્નથી ખૂબ ખુશ છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને લગ્નની ખૂબ શુભકામનાઓ આપી રહ્યાં છે અને ઈચ્છે છે કે બંને પોતે પોતાના લગ્નની તસવીરો શેર કરે.
રફ્તારના છે બીજા લગ્ન
રફ્તાર અને મનરાજ જવંદાએ એકબીજાને 2023માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું, તે બાદ બંનેએ આજે 31 જાન્યુઆરી, 2025ની સવારે એકબીજાને જીવનસાથી તરીકે અપનાવી લીધા છે. આ રફ્તારના બીજા લગ્ન છે. આ પહેલા રફ્તારના પહેલા લગ્ન 2016માં કોમલ વોહરા સાથે થયા હતા. જોકે, બંનેનો સંબંધ વધુ સમય સુધી ચાલી શક્યો નહીં. બંનેના ડિવોર્સ 2022માં થઈ ગયા હતા.