Get The App

સિંગર બાદશાહને પોલીસે ફટકાર્યો ભારે ભરખમ દંડ, રોંગ સાઈડ ડ્રાઇવિંગનો વીડિયો થયો હતો વાઇરલ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
સિંગર બાદશાહને પોલીસે ફટકાર્યો ભારે ભરખમ દંડ, રોંગ સાઈડ ડ્રાઇવિંગનો વીડિયો થયો હતો વાઇરલ 1 - image


Badshah: સિંગર બાદશાહને રોંગ સાઈડ ગાડી ચલાવવું ભારે પડી ગયું છે. ગરુગ્રામ પોલીસે રેપર સિંગરનું ટ્રાફિક નિયમો ફોલો ન કરવાના કારણે ચલણ કાપ્યું છે. બાદશાહ ગુરુગ્રામમાં એક કોન્સર્ટમાં સામેલ થવા માટે આવ્યો હતો. જે ગાડીમાં બાદશાહ સવાર હતો તે ગાડી રોંગ સાઈડ જઈ રહી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે બાદશાહનું ચણલ કાપ્યું છે. 

બાદશાહનું ગુરુગ્રામ પોલીસે કાપ્યું મોટું ચલણ

બાદશાહ ગુરુગ્રામના સેક્ટર 68માં એયરિયા મોલમાં આયોજિત કરણ ઔજલાના કોન્સર્ટમાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાદશાહ બ્લેક રંગની થાર કારમાં ગુરુગ્રામ પહોંચ્યો હતો. આ ગાડી પાણીપતના એક યુવકના નામે રજિસ્ટર્ડ છે. બીજી તરફ બાદશાહની કાર રોંગ સાઈડ પર ચલાવવા પર સોશિયલ મીડિયા પર લોકોએ સવાલો ઉઠાવતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને કાર્યવાહી કરતા ટ્રાફિકના નિયમો તોડવા બદલ રેપર-સિંગરને મોટો દંડ ફટકાર્યો છે. 

આ પણ વાંચો: કરણ ઔજલાના કોન્સર્ટમાં ભયંકર બબાલ: લોકોએ બીજા પર ફેંક્યા ડબ્બા, પોલીસ લાચાર, જુઓ VIDEO

ગુરુગ્રામ પોલીસે કેટલો દંડ ફટકાર્યો

તમને જણાવી દઈએ કે, રોંગ સાઈડ ગાડી ચલાવવા બદલ ગુરુગ્રામ પોલીસે બાદશાહ પાસેથી મોટો દંડ વસૂલ્યો છે. તેના પર 15,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ ગુરુગ્રામ પોલીસે CCTV ફૂટેજ પણ કબજામાં લઈ લીધા છે. 

બાદશાહ ઉપરાંત આ સેલેબ્સને પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું હતું

તમને જણાવી દઈએ કે, બાદશાહ પહેલા પણ ઘણા સેલેબ્સે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તાજેતરમાં જ જ્યારે કાર્તિક આર્યન મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો ત્યારે તેણે નો પાર્કિંગ ઝોનમાં પોતાની કાર પાર્ક કરી હતી. આ કારણોસર તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. વરુણ ધવનનું પણ એકવાર ટ્રાફિકના નિયમો તોડવા બદલ ઈ-ચલણ કાપવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News