ધૂરંધર ફિલ્મના સેટ પરથી રણવીરનો લૂક લીક થઈ ગયો
- અજિત દોવાલ પરની ફિલ્મ હોવાની અટકળ
- રણવીરના લૂક જોઈ લોકોએ પદ્માવત તથા એનિમલ ફિલ્મો સાથે સરખામણી કરી
મુંબઇ : રણવીરની આગામી ફિલ્મ 'ધુરંધર'નો તેનો લૂક લીક થઈ ગયો છે. તેમાં તે લાંબા વાળ અને દાઢી મૂછ સાથે જોવા મળી રહ્યો છે. રણવીરના લૂક પરથી કોઈ ' પદ્માવત'ના ખીલજી જેવો લાંબા વાળવાળો તેનો લૂક યાદ આવ્યો છે તો કોઈને લાગ્યું છે કે રણબીરનો 'એનિમલ'નો લાંબા વાળવાળો લૂક પોપ્યૂલર થયો તે પછી રણવીર તેને ફોલો કરી રહ્યો છે.
'ઉરી'ના સર્જક આદિત્ય ધરની આ ફિલ્મમાં રણવીર એક શીખના ગેટ અપમાં જોવા મળી રહ્યો છે. તે ભારતીય જાસૂસી સંસ્થાના એજન્ટની ભૂમિકામાં હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલનાં કેટલાંક ઓપરેશન્સ પરથી આ ફિલ્મ બની રહી છે. ઉલ્લેખનીય છે કે 'ઉરી'માં પણ અજિત દોવાલ પરથી પ્રેરણા લઈને પરેશ રાવલનું પાત્ર સર્જવામાં આવ્યું હતું.