રણવીર સિંહ આવતા માર્ચ મહિનામાં ફિલ્મ ડોન 3નું શૂટિંગ શરૂ કરશે
- તેમજ આ ફિલ્મને 2025માં જ રિલીઝ કરવાની યોજના
મુંબઇ : ફરહાન અખ્તરની ડોન ૩ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ડોનની ભૂમિકા રણવીર સિંહ ભજવવાનો છે. આ દરમિયાન ફિલ્મને લઇને અપડેટ છે કે, ફરહાન અખ્તરની ડોન ૩નું શૂટિંગ આવતા માર્ચ મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. એટલું જ નહીં ફરહાન અખ્તર આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરીને મે-જુન મહિનામાં પુરુ કરવાનો વિચાર કરી રહ્યો છે. ફરહાન અખ્તરને ડોન -૩ને ૨૦૨૫માં જ રિલીઝ કરવી છે.
મીડિયા રિપોર્ટસની માનીએ તો રણવીર આવતા વરસે ડોન ૩નું શૂટિંગ શરૂ કરી દીશે. કિયારા અડવાણી ડોન ૩માં રણવીર સિંહ સાથે જોડી જમાવાની છે. હાલ કિયારા અડવાણી ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ વોર ટુનું શૂટિંગ કરી રહી છે. જ્યારે રણવીર સિંહ આદિત્ય ધરની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યો છે.રણવીર સિંહ, ફરહાન અખ્તર અને કિયારા અડવાણી પોતપોતાની ફિલ્મમાં હાલ વ્યસ્ત હોવાથી ડોન ૩નું શૂટિંગ નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવી કોઇ શક્યતા નથી.
ફરહાન અખ્તર હાલ પોતાની આગામી ફિલ્મ ૧૨૦ બહાદુરમાં વ્યસ્ત હોવાથી ડોન ૩ના શૂટિંગ માટે સમય ફાળવી શકતો નથી.