રણવીર સિંહ આગામી ફિલ્મમાં રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવશે
- અયાન મુખર્જીના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ થવાની શક્યતા
મુંબઇ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ બનવાની તૈયારી થઇ રહી છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, રણવીર સિંહ આ ફિલ્મમાં રણબીર કપૂરના પિતાનો રોલ ભજવવાનો છે.જોકે સત્તાવાર રીતે રણવીર સિંહની ભૂમિકાની ઘોષણા કરવામાં આવી નથી.
અયાન મુખર્જીના દિગ્દર્શનમાં બનનારલ્બ્રહ્માસ્ત્ર ટુ ફરી ચર્ચા આવી ગઇ છે. અયાને રણવીરને સાઇન કરી લીધો છે. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, આ ફિલ્મની શરૂઆત ૨૦૨૫થી કરવામાં આવશે. રણવીર હાલ ડોન ૩માં વ્યસ્ત છે. બ્રહ્માસ્ત્રમાં દીપિકા પદુકોણ રણબીરની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. હવે રણવીર સિંહ રણબીરના પિતાની ભૂમિકામાં જોવા મળવાનો છે.
બ્રહ્માસ્ત્ર ટુમાં રણવીર અને દીપિકા એટલે કે દેવ ્અને અમ-તાની લવ સ્ટોરી દાખવવામાં આવશે અને પછીથી સંજોગોવશાત બન્ને એક બીજાના વિરુદ્ધ કઇ રીતે થઇ જાય છે. રણવીરનું પાત્ર દેવ દુનિયનો નાશ કરવાના પ્રયાસ કરતો જોવા મળશે જ્યારે દીપિકદુનિયાને બચાવવા માટે પોતાના જીવનું જોખમ ખેડેતી જોવા મળે છે. બ્રહ્માસ્ત્ર ટુમાં રણવીર સિંહની એન્ટ્રીથી તેની અને દીપિકા પદુકોણની આ સાતમી ફિલ્મ સાથે થશે.