Get The App

રણવીર સિંહ 20 વર્ષ નાની સારા અર્જુનનો હિરો બનશે

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
રણવીર સિંહ 20 વર્ષ નાની સારા અર્જુનનો હિરો બનશે 1 - image


- સારા સાઉથની બાળકલાકાર રહી ચૂકી છે

- યંગ ઐશ્વર્યા રાયની ભૂમિકા કરી ચુકેલી સારા 19 વર્ષની છે જ્યારે રણવીર 39 વર્ષનો

મુંબઇ : રણવીર સિંહની આદિત્ય ધરના દિગ્દર્શન હેઠળની આગામી ફિલ્મ માટે સાઉથની નવોદિત એકટ્રેસ સારા અર્જુનને હિરોઈન તરીકે પસંદ કરવામાં આવી છે. રણવીર હાલ ૩૯ વર્ષનો છે જ્યારે સારા ૧૯ વર્ષની જ છે. 

સારા સાઉથની ફિલ્મોમાં બાળ કલાકાર રહી ચુકી છે. તેણે  'પોનિઇન સેલ્વમ'માં યંગ ઐશ્વર્યા રાયનો રોલ ભજવ્યો હતો. 

જોકે સોશિયલ મીડિયાએ ૩૯ વર્ષીય રણવીર સિંહ અને ૧૯ વરસની સારા અર્જુનની જોડીને વધાવી નથી. રણવીરની પહેલી ફિલ્મ  'બેન્ડ બાજા બારાત' રીલિઝ થઈ ત્યારે સારા માંડ પાંચ વર્ષની હતી. આ જોડી કોઈ રીતે પડદા પર નહીં શોભે તેવી ટિપ્પણી ચાહકો કરી રહ્યા છે. 

જોકે, બોલીવૂડમાં હિરો બહુ મોટી વયનો હોય અને હિરોઈન બહુ નાની હોય તેવા અનેક કિસ્સા છે. અક્ષય કુમાર તેનાથી ૨૭ વર્ષ નાની માનુષી છિલ્લરનો પણ હિરો બની ચૂક્યો છે. 


Google NewsGoogle News