ધોની સાથે રણવીર સિંહની ફેન મોમેન્ટ, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ધોની સાથે રણવીર સિંહની ફેન મોમેન્ટ, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો 1 - image


Image :Ranveer Singh Instagram 

નવી દિલ્હી,તા. 5 ઓક્ટોબર 2023, ગુરુવાર 

આજથી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થયો છે. જોકે, આ વખતે ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જોવા મળશે નહીં.થોડા સમય પહેલાં જ ધોનીએ નવા લુકને કારણે તેમના ફોટો વાયરલ થયા હતા.ધોનીએ નવી હેર સ્ટાઇલના કારણે ચર્ચામાં હતા. હવે ભારતીય ટીમના પૂર્વ કૂલ કેપ્ટન અને સ્ટાઇલિશ બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. 

મહેન્દ્ર સિંહ ધોની ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ચાહકોને જોવા ન મળે પરંતુ સોશિયલ મીડિયા પર તેમનો પ્રભાવ અકબંધ છે. તાજેતરમાં જ એક્ટર રણવીર સિંહ ધોનીને મળવા આવ્યો હતો. જેના ફોટા અભિનેતાએ હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. 

રણવીર સિંહે સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતી વખતે લખ્યું કે,- "મારો માહી...મારો હીરો..."

મહેન્દ્ર સિંહ ધોની સાથે શેર કરવામાં આવેલી આ તસવીરોમાંથી એકમાં અભિનેતા ધોનીને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં રણવીર સિંહ માહીને કિસ કરી રહ્યો છે. તસવીરોમાં ધોની અને રણવીર વચ્ચે અદભૂત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. જેના પર બંનેના ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

રણવીર સિંહ પહેલા મહેન્દ્ર સિંહ ધોની સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણ સાથે જોવા મળ્યો હતો. આ ફોટો રામ ચરણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે ખૂબ વાયરલ પણ થયો હતો. રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ બહુ જલ્દી ફિલ્મ 'ડોન 3'માં જોવા મળવાનો છે. જેની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી.


Google NewsGoogle News