અમેરિકી ફેશન મેગેઝિન માટે રણવીરના ન્યૂડ પોઝ
મુંબઈ, તા. 22 જુલાઈ 2022, શુક્રવાર
એક અમેરિકી ફેશન મેગેઝિન પેપર માટે એક્ટર રણવીર સિંહે ન્યૂડ ફોટો આપ્યા છે. તાજેતરમાં સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા અને મોડલ એક્ટર રાહુલ ખન્નાએ પણ પોતાના ન્યૂડ પોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જોકે, રણવીરે તો આ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂ સાથે ન્યૂડ ફોટો સેશન જ કરાવ્યું છે.
ભોંય પર આડી પડેલી હાલતમાં અને ઢીંચણ વાળીને બેસવાની પોઝિશનમાં રણવીરે આપેલા ન્યૂડ પોઝ ભારે ચકચાર જગાવી શકે છે.
આ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં રણવીરે જણાવ્યું છે કે કોરોના મહામારી બાદ પોતે કામનો ભૂખ્યો બન્યો છે. તે દિવસના 20-20 કલાક કામ કરે છે અને તેને હજુ વધારે પરફોર્મ કરવું છે.
રણવીરે એમ પણ જણાવ્યું છે કે હિંદુ માન્યતા પ્રમાણે આ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે અને હજુ તો તેની શરૂઆત થઈ છે. પોતે આ વાતને પૂરેપૂરી માને છે. આ ઘોર કળિયુગ ચાલે છે અને બધું રસાતાળ જઈ રહ્યું છે.
રણવીરે વધુમાં કહ્યું હતું કે મારા માટે શારીરિક રીતે નગ્ન થવું સહેલું છે પરંતુ મારાં કેટલાંય પરફોર્મન્સીસમાં હું સાવ ઉઘાડો થઈ ગયો છું. તમે મારા નગ્ન આત્માને નિહાળી શકો છો. વાસ્તવમાં એ રીતે ખુલ્લા થવું તે જ નગ્નતા છે અને હું હજારો લોકો સમક્ષ એવો ખુલ્લો થઈ શકું છું. તેના કારણે તેઓ અસહજ થઈ શકે છે.
રણવીરના આ નગ્ન પોઝની સરખામણી બુર્ટ રેનોલ્ડસ સાથે થઈ રહી છે. તેણે કોસ્મોપોલિટન મેગેઝિન માટે આ જ પ્રકારના પોઝ આપ્યા હતા.