Get The App

રણવીર સિંહને લીધે 'ગલી બોય'નું જીવન બરબાદ! કહ્યું - 'ફિલ્મમાં એવી ઘટનાઓ છે જે હકીકતમાં...'

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Naezy


Rapper Naezy: રેપર નેઝી આ દિવસોમાં એક રિયાલિટી શૉમાં છે. રેપરે આ રિયાલિટી શૉમાં ખુલાસો કર્યો હતો કે, રણવીર સિંહની ફિલ્મ ગલી બોય તેના જીવનથી પ્રેરિત છે પરંતુ આ ફિલ્મથી તેને ઘણો ફાયદો થયો હતો, પરંતુ સાથે તેને ઘણું નુકસાન પણ સહન કરવું પડયું હતું. તેણે કહ્યું કે તેનું જીવન ગલી બોયમાં જે રીતે જોવા મળે છે તેવું નથી.

ઝોયા મેમે મને 'આફત' ગીત સાંભળીને કોન્ટેક્ટ કર્યો 

નેઝીએ આ રિયાલિટી શૉમાં વાતચીત દરમિયાન કહ્યું કે, 'ઝોયા મેમે મારું પહેલું ગીત 'આફત' સાંભળ્યું અને તેના દ્વારા તેણે મને શોધી કાઢ્યો. તેમને આ ગીત અને શૈલી ખૂબ જ ગમી હતી. આ ફિલ્મ એક કાલ્પનિક વાર્તા હતી અને સમગ્ર કોમ્યુનીટી પર આધારિત હતી.'

'ગલી બોય' ફિલ્મની નેઝી ના જીવન પર અસર 

'ગલી બોય' ફિલ્મની પોતાના જીવન પર અસર અંગે નેઝીએ કહ્યું કે, 'હું આ ફિલ્મ દ્વારા પ્રખ્યાત થયો. મારું પહેલું ગીત હિટ રહ્યું હોવા છતાં, આ ફિલ્મે મેઈન સ્ટ્રીમ ઓડિયન્સ સામે મારી એક ઓળખ ઉભી કરી. આ ફિલ્મથી મને ફાયદો તો થયો પણ નુકસાન પણ થયું છે. 

નેઝીએ કહ્યું, મારે ક્યારેય બે ગર્લફ્રેન્ડ ન હતી, મેં ક્યારેય વાહન ચલાવ્યું નથી. હું ક્યારેય એટલો ગરીબ નહોતો. આ રીતે તેણે કેટલીક વસ્તુઓ બતાવી જે મારાથી સંબંધિત ન હતી, પરંતુ લોકોએ તેને મારી સાથે જોડ્યો અને તેની મારા પર ઘણી અસર થઈ.' આ રીતે નેઝીએ કહ્યું કે, ગલી બોયએ તેના જીવન પર નકારાત્મક અને સકારાત્મક બન્ને અસર કરી છે.

નિર્માતાઓએ કહ્યું કે તે કાલ્પનિક વાર્તા છે તેમ છતાં, મોટાભાગના દર્શકો તેને મારી વાર્તા માનતા હતા. લોકો મને નકારાત્મક દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા. ફિલ્મના પાત્ર સાથે મારી સફરની સરખામણી કરવા લાગ્યા.' 

શૂટિંગ દરમિયાન રણવીર સાથે પણ બોન્ડ સારું થઈ ગયું હતું 

રણવીર સાથેના તેના બોન્ડ વિશે વાત કરતાં રેપરે કહ્યું કે, 'શૂટિંગ દરમિયાન અમે ખૂબ જ નજીક આવી ગયા. તે મારા પરિવાર અને મિત્રોને મળ્યો અને અમે સાથે તસવીરો પણ લીધી. તેણે મારો પરિચય દીપિકા મેડમ સાથે પણ કરાવ્યો. દીપિકા મેડમ મને કહ્યું કે રણવીર મારા વિશે ઘણી વાતો કરે છે.

રણવીર સિંહને લીધે 'ગલી બોય'નું જીવન બરબાદ! કહ્યું - 'ફિલ્મમાં એવી ઘટનાઓ છે જે હકીકતમાં...' 2 - image


Google NewsGoogle News