Get The App

દિપીકાના વખાણ કરવામાં રણવીર સિંહ ભરાયો, લોકોએ કહ્યું પહેલા આવું અનુષ્કા માટે બોલ્યો હતો

રણવીર સિંહની 'રબ ને બના દી જોડી' જોયા બાદ અનુષ્કા સાથે મળવાની વાત કરી હતી

ચેટ શો માં હાલિયા એપિસોડ દરમ્યાન પણ રણવીરે કાંઈક આવું જ કર્યું.

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
દિપીકાના વખાણ કરવામાં રણવીર સિંહ ભરાયો, લોકોએ કહ્યું પહેલા આવું અનુષ્કા માટે બોલ્યો હતો 1 - image
Image instagram

તા. 27 ઓક્ટોબર 2023, શુક્રવાર 

'કોફી વિથ કરણ' (Coffee with Karan) નું 8મી સિઝન 26 ઓક્ટોબરના રોજ શરુ થઈ ગઈ છે. જેમા સૌથી પહેલા ગેસ્ટ તરીકે બોલીવુડના જાણીતી જોડી રણવીર સિંહ (Ranveer Singh)અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની એન્ટ્રી થઈ છે. આ દરમ્યાન કરણ જોહરે બન્નેને તીખા અને ટમટમતા સવાલો પુછ્યા હતા. કરણ જોહરના કોન્ટ્રોવર્સિયલ સવાલો વચ્ચે રણવીર અને દીપિકાએ તેમની લવ સ્ટોરી સંભળાવી હતી. રણવીરે કહ્યું કે તેમની પહેલી મુલાકાત કેવી હતી અને એ મુલાકાત ક્યાં થઈ હતી. તેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો અને આ જોતાની સાથે ફેન્સને રણવીર સિંહની જુની ગર્લફેન્ડ અને એક્ટ્રેસ અનુષ્કા શર્માની યાદ આવી ગઈ હતી. લોકો જોરદાર રીતે રણવીર સિંહને સોશિયલ મીડિયા પર ટ્રોલ રહ્યા છે અને તેમનું કહેવું છે કે, તેમણે બન્નેના વખાણમાં એક જેવી વાતો કહી રહ્યા છે. 

ટ્રોલિંગનો શિકાર થયા રણવીર સિંહ 

હાલમાં જ જ્યારે રણવીર સિંહે કરણ જોહરના શો માં 'કોફી વીથ કરણ' સીઝન 8માં પત્નિ દીપિકા પાદુકોણ સાથેની મુલાકાતની સ્ટોરી સંભળાવી તો તેના ફેન્સ આશ્ચર્યમાં આવી ગયા હતા. નેટીજન્સ જુના વીડિયો જાહેર કરીને એક્ટ્રસને ખૂબ જ ખરી ખોટી સંભળાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તેમણે તેમની  જુની લવ સ્ટોરી જ ફરી સંભળાવી છે. ફેન્સ તેમણે યાદ કરાવતા કહ્યુ કે, જ્યારે વર્ષ 2011માં સેલિબ્રિટી ચેટ શો માં રણવીર સિંહ અનુષ્કા સાથે આવ્યો હતો ત્યારે પણ તેમણે આ જ રીતે તેમના પાર્ટનરના વખાણ કર્યા હતા. 

આ પહેલા પણ આ જ રીતે અનુષ્કાના વખાણ કર્યા હતા

રણવીર સિંહની 'રબ ને બના દી જોડી' જોયા બાદ અનુષ્કા સાથે મળવાની વાત કરી હતી. તેમણે વધુ વિસ્તાર પુર્વક વાત કરતા કહ્યુ હતું કે, મેં 'રબ ને બના દી જોડી' જોયુ અને અનુષ્કા તરફ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ત્યાર બાદ ડિનરમાં સાથે બહાર ગયા હતા, હું એક મોડલ સાથે હતો અને હું માત્ર અનુષ્કા વિશે જ વાત કરી રહ્યો હતો....... તમને ખબર છે એક મોટા દરવાજામાંથી પવન આવ્યો અને તેમા સામે અનુષ્કા શર્મા ઉભી હતી. આ સાંભળી અનુષ્કા અજીવ રીતે રિએક્ટ કરતા કહ્યું ઓહ....!

આ વખતે પણ તે જ અંદાજમાં દીપિકાના વખાણ કર્યા

ચેટ શો ના એપિસોડ દરમ્યાન પણ રણવીરે કાંઈક આવું જ કર્યું. તેમણે દીપિકાના બખાનમાં પણ મેળ ખાતી લાઈન કહી હતી અને તે પણ પહેલા અનુષ્કા વખતે કહ્યુ હતું તેવા અંદાજમાં જ કહ્યું. અને પછી તેમા તે ભરાઈ ગયો હતો. આ વખતે રણવીર કહી રહ્યો હતો કે, તે દરમ્યાન જ્યારે  'કોકટેલ' રિલીઝ થઈ હતી અને તે ફિલ્મમાં દીપિકાના કામથી તે ખૂબ જ પ્રભાવિત થયો હતો. 

લોકોએ કરી જોરદાર રમુજી કોમેન્ટ્સ

રણવીર બોલાતાં બોલી ગયો પરંતુ તેને એ ખ્યાલ ન રહ્યો કે, આ ઈન્ટરનેટનો યુગ છે અને અહી કાંઈ જ મીસ થતું નથી, એટલે યુજર્સે મજેદાર કોમેન્ટ્સ આપી રહ્યા છે. જેમા એક યુજર લખે છે કે, આ ઈન્ટરનેટનો યુગ છે અહીં વર્ષો જુનો સંવાદ મળી જાય છે, પછી તે અનુષ્કા, દીપિકા હોય કે હવા.... એક અન્ય યુજરે લખ્યું છે કે, ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા' ની એક લાઈન છે, જેવુ કે ઈમ્તિયાજ અલીએ કહ્યું હંમેશા એક જ સ્ટોરી હોય છે. તેમ આ ફિલ્મમાં દીપિકા તેના એક્સ બોયફેન્ડ્સ રણવીર કપુર સાથે જોવા મળે છે. 

દિપીકાના વખાણ કરવામાં રણવીર સિંહ ભરાયો, લોકોએ કહ્યું પહેલા આવું અનુષ્કા માટે બોલ્યો હતો 2 - image



Google NewsGoogle News