રણવીર- દીપિકાએ પોતાની જ બિલ્ડિંગમાં બીજો ફલેટ ભાડે લીધો
- બાન્દ્રામાં 100 કરોડનું ઘર પણ બનાવ્યું છે
- મુંબઈના પ્રભાદેવીની બિલ્ડિંગમાં એક ફલેટ ખરીદેલો છે, બીજા માટે મહિને સાત લાખ ભાડું આપશે
મુંબઇ : દીપિકા પદુકોણ અને રણવીર સિંહ મુંબઈમાં પ્રભાદેવી પાસે જે બિલ્ડિંગમાં માલિકીનો ફલેટ ધરાવે છે તે જ બિલ્ડિંગમાં તેમણે મહિને સાત લાખ રુપિયાના ભાડે બીજો ફલેટ લીધો છે.
ભાડે લીધેલો ફલેટ ૨૩૧૯ ચોરસ ફૂટનો છે. તે ૨૪મા માળે આવેલો છે. આ ફલેટ સાથે તેમને ત્રણ કાર પાર્કિંગ પણ મળશે.
દીપિકાઅને રણવીરે આ ફ્લેટ માટે ૩ વરસનું એગ્રીમેન્ટ કર્યું છે. જેના માટે તેમણે રૂપિયા ૨૧ લાખ ડિપોઝિટ પેઠે આપ્યા છે. ૧૩ નવેમ્બરના રોજ થયેલા એગ્રીમેન્ટ પ્રમાણે પહેલા ૧૮ મહિના માટે આ ફ્લેટનું ભાડું રુપિયા સાત લાખ રહેશે. આ પછીના ૧૮ મહિના માટે ૭.૩૫ લાખ રૂપિયા ભાડા પેટે આપવા પડશે.
દીપિકા અને રણવીર બાંદરામાં તેમનું ડ્રીમ હોમ ૧૦૦ કરોડના ખર્ચે સજાવી રહ્યાં છે. આ ઉપરાંત મુંબઈ નજીકનાં અલીબાગ સહિતનાં સ્થળે પણ તેમની પ્રોપર્ટી છે.