ખટરાગની અફવાઓ વચ્ચે રણવીર અને દીપિકાનું ઓનલાઈન ફલર્ટિંગ
- દીપવીરના ચાહકોના દિલમાં ટાઢક વળીં
- દીપિકા હોલીવૂડ સ્ટાર્સ સાથે ફેશન ઈવેન્ટમાં ભાગ લેવા પેરિસ પહોંચી ગઈ
બોલીવૂડનાં સ્ટાર કપલ રણવીર સિંહ અને દીપિકાએ તેમની વચ્ચે ખટરાગની અફવાઓને નકારવા માટે ઓનલાઈન ફલર્ટિંગનો સહારો લીધો હતો. દીપિકા પેરિસમાં એક ગ્લોબલ ફેશન ઈવેન્ટમાં ભાગ લેવા પણ પહોંચી જતાં ચાહકોએ તેનાં સ્વાસ્થ્ય અને અંગત જીવન એમ બંને બાબતે હાશકારો અનુભવ્યો છે.
દીપિકા તાજેતરમાં અચાનક નર્વસનેસના કારણે હોસ્પિટલમાં દાખલ થતાં અને એરપોર્ટ પર વેડિંગ રિંગ વિના દેખાતાં તેની અને રણવીર વચ્ચે ખટરાગ સર્જાયો હોવાની અફવાઓને બળ મળ્યું હતું. જોકે, રણવીરે એક જાહેર ઈવેન્ટમાં આ અફવાઓનેે ફગાવી દીપિકા માટે પ્રેમ વરસાવ્યો હતો.
હવે બંનેએ ઓનલાઈન ફલર્ટિંગ દ્વારા વધુ એક વખત આ અફવાઓને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે. રણવીરે પોતાના પગથી માથાં સુધીના ગુલાબી વસ્ત્રોનો એક ફોટો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. તેના રિએક્શનમાં દીપિકાએ તેના માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. એ પછી બંને વચ્ચે કેટલીક ઈમોજીસ ની આપલે થઈ હતી. સામાન્ય રીતે દીપિકા રણવીરની તસવીરો નીચે બહુ ઓછી વખત કોમેન્ટ કરે છે.આથી આ કપલનું આ ઓનલાઈન ચેટિંગ જોઈ ચાહકોના હૈયે ટાઢક વળી છે.
દીપિકા હાલ પેરિસ પહોંચી ગઈ છે. તે ત્યાં કાયલી જેનર સહિતની હોલીવૂડની હસ્તીઓ સાથે એક ગ્લોબલ ફેશન ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે. આમ સ્વાસ્થયના મોરચે પણ તે ફરી નોર્મલ થઈ હોવાનું જણાઈ રહ્યું છે.