રાણી મુખર્જી ફરી એક વખત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે
- જોકે અભિનેત્રી યોગ્ય સ્ક્રિપ્ટ શોધી રહી છે
મુંબઇ: રાની મુખર્જીની મર્દાની અને મર્દાની ટુ બન્ને બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. હવે લોકો મર્દાની ૩ની રાહ જોઇ રહ્યા છે. તેવામાં અભિનેત્રીએ મર્દાની ૩ને લઇને અપડેટ આપ્યા છે. રાણીએ કહ્યુ ંહતું કે, મર્દાની ૩ પાસે દર્શકોને પહેલા કરતા વધુ અપેક્ષા હશે. તેથી મારે આ ફિલ્મ બનાવવાની ઉતાવળ કરવી નથી.
હું યોગ્ય સ્ક્રિપ્ટની શોધમાં છું જેવી મને મળશે કે તરક જ આ ફિલ્મ પર કામ શરૂ કરીશ.
રાણીએ વધુમાં કહ્યુ ંહતું કે, મહિલા પ્રધાન ફ્રેન્ચાઇઝી ફિલ્મને ચલાવવી એ કઠિન કામ છે. તેને આગળ વધારવા માટે તગડી સ્ક્રીપ્ટની સાથેસાથે દર્શકોનો પણ પ્રેમ અને ઉત્તકંઠા હોવી જરૂરી છે. મને પણ મર્દાની ૩ શરૂ કરવાનું મન છે. પરંતું સારી રસપ્રદ વાર્તા મળે ત્યારે જ ફિલ્મની શરૂઆત કરી શકાય છે.
રાણીની મર્દાની પિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઇ હતી. જેમાં રાણી મુખર્જીએ એક સશક્ત મહિલાપોલીસ અધિકારી શિવવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી હતી. આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી.