રાણી મુખર્જીની મર્દાની 3 ફિલ્મ આવતા વરસે રિલીઝ કરવાની યોજના

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
રાણી મુખર્જીની મર્દાની 3 ફિલ્મ આવતા વરસે રિલીઝ કરવાની યોજના 1 - image


- જોકે હજી તો સ્ક્રિપ્ટ ફાઇનલ થાય પછી સ્ટારકાસ્ટની પસંદગી કરવામાં આવશે

મુંબઇ : રાણી મુખર્જીની મર્દાની ફ્રેન્તાઇઝીની  ત્રીજી કડીની સ્ક્રિપ્ટને હાલ ફાઇનલ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની રિલીઝ આવતા વરસે કરવાની યોજના છે. સ્ક્રિપ્ટ ફાઇનલ થયાપછી સ્ટારકાસ્ટની પસંદગી કરવામાં આવશે. રાણી પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ મજબૂત અને રસપ્રદ હોવી જોઇએ તેમ માની રહી છે. તો જ દર્શકો ખાસ કરીને યુવતીઓ ફિલ્મ જોવામાં રસ લેશે. 

રાણીની મર્દાની સીરીઝસફળ રહી છે. તેમજ આલોચકો દ્વારા પણ વખાણવામાં આવી હતી. મર્દાની ટુમાં રાણી જિશુ સેનગુપ્તા કોમલ છાબડિયા અને સની હિંદુજાએ કામ કર્યુ ંહતું. હવે મર્દાની ૩માં ક્યા કલાકારો આવશે તે સ્ક્રિપ્ટ ફાઇનલ થયા પછી જ નક્કી કરવામાં આવશે. 

રાણી મુખર્જીએ મર્દાનીમાં એક મહિલા પોલીસઓફિસર શિવાની શિવાજી રોયના રોલમાં જોવા મળી છે અને હજીપણ તે ત્રીજી કડીમાં જોવા મળવાની છે. 


Google NewsGoogle News