Get The App

રાની મુખર્જી અને કરણ જોહરને ઓસ્ટ્રેલિયાની સંસદમાં શામેલ થવાનું આમંત્રણ: કારણ જાણી ગદગદ થઈ જશો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Rani Mukerji, Karan Johar to address Australian parliament


Rani, Karan to address AUS Parliament: ભારતમાં એક સમયે હોલીવુડ ફિલ્મોનો ક્રેઝ જોવા મળતો હતો અને એવી ઘણી ઓછી ફિલ્મો હતી જે વૈશ્વિક સફળતા મેળવી શકતી હતી પણ હવે સમય બદલાયો છે. બોલિવૂડની ફિલ્મોને પણ હવે વિશ્વભરમાં ખૂબ જ ઓળખ મળી છે એટલું જ નહીં, સાઉથ ભારતીય ફિલ્મોએ પણ પોતાની ફિલ્મ સ્ટોરીના કારણે વિશ્વભરમાં એક આગવી ઓળખ બનાવી છે. ભારતીય ફિલ્મો હવે વિદેશમાં સારી કમાણી પણ કરે છે.

ભારતીય સિનેમા હવે આખી દુનિયામાં ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું છે. ત્યારે ભારતીય સિનેમાને વધુ એક ગૌરવ થાય તેવા સમાચાર મળી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, હવે ફરી એકવાર ભારતીય સિનેમાનો ધ્વજ ઓસ્ટ્રેલિયામાં ફરકાવવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં રાની મુખર્જી અને કરણ જોહર જેવા દિગ્ગજ સ્ટાર્સને સામેલ કરવામાં આવશે.

કરણ જોહર અને રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભાષણ આપશે

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. પોસ્ટ શેર કરતા ટ્રેડ એનાલિસ્ટે લખ્યું કે, કરણ જોહર અને રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભાષણ આપશે. તેમને આ તક મેલબોર્નના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નના આયોજન પ્રસંગે મળી હતી. આ દરમિયાન તે ભારતીય સિનેમા અને તેની વૈશ્વિક અસર વિશે વાત કરશે. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના લોકો અને અનેક લોકપ્રિય હસ્તીઓ પણ ભાગ લેશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરણ જોહર 90 ના દાયકાથી ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ નિર્દેશકોમાંના એક છે. તેમણે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ઘણી સફળ ફિલ્મો પણ બનાવી છે. જ્યારે રાની મુખર્જી વિશે વાત કરીએ તો તે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ OTT પર પણ ડેબ્યુ કર્યું છે. 


Google NewsGoogle News