‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ જેવી ફિલ્મ નહીં કરે રણદીપ હુડા?, એક્ટરે કાન પકડ્યા, કારણ જાણી ચોંકી જશો
Image Twitter |
Swatantra Veer Savarkar : ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માં રણદીપ હુડ્ડા જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમનો અભિનય દરેકને ગમ્યો. તેમની આ ફિલ્મ ZEE5 પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મમાં રણદીપે અભિનય ઉપરાંત તેમાં દિગ્દર્શન પણ કર્યું હતું. પરંતુ હવે, આ ફિલ્મ રિલીઝ થયા બાદ તેમણે આ ફિલ્મ વિશે કંઈક એવું કહ્યું છે, જેના કારણે તે સમાચારમાં છે.
સાવરકરનો રોલ કરવા માટે રણદીપ હુડ્ડાએ લગભગ 32 કિલો વજન ઘટાડ્યું
તમને એ જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મમાં સાવરકરનો રોલ કરવા માટે રણદીપ હુડ્ડાએ લગભગ 32 કિલો વજન ઘટાડ્યું હતું. સાવરકરની ભૂમિકા અદા કરવા માટે તેમને મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડ્યું, જે તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેના માટે તેમને ભૂખ્યા રહીને એક્ટિંગ કરવાની હતી અને સાથે સાથે તેનું નિર્દેશન કરવું તેના માટે વધુ પડકારજનક હતું. આમ છતાં તેણે આ પડકારોનો સામનો કર્યો. હવે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તમે ફરીથી આ પ્રકારની ફિલ્મ કરવા ઈચ્છશો, તો તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો.
રણદીપ હુડ્ડાએ તેનો જવાબ આપતા કહ્યું કે, 'તે પોતાના જીવનમાં એવી કોઈ ફિલ્મ કરવાનું પસંદ નહીં કરે જેમાં તેણે ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડે.'
ફરીથી હું ક્યારેય ખાલી પેટે દિગ્દર્શન નહીં કરું : રણદીપ
રિપોર્ટ્સ મુજબ રણદીપ હુડ્ડાએ કહ્યું, એક એક્ટર તરીકે જ્યારે તમે સેટ પર કામ કરો છો, ત્યારે તમે તમારા પોતાનામાં ખોવાયેલા રહો છો અને તમારે એટલું જ કામ કરવાનું હોય છે, જેટલું તમને કહેવામાં આવ્યું હોય. પરંતુ દિગ્દર્શક તરીકે તમારે દરેક બાબતનું ધ્યાન રાખવું પડે છે. કેમેરા, લેખન, પ્રોપ્સ આ બધુજ. એટલે હંમેશા તમે વાતો કરતાં રહો અને વ્યસ્ત રહો. જ્યારે તમે ભૂખ્યા હોવ છો અને ભૂખથી તડપી રહ્યા છો. ત્યારે તમને ચીડિયાપણું આવી જાય છે, આવામાં કામ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ ફિલ્મમાં મારી સાથે ઘણીવાર આવું બન્યું છે. આ પછી તેણે કહ્યું કે, હું ફરીથી ક્યારેય ખાલી પેટે દિગ્દર્શન નહીં કરું.