Get The App

Randeep Hooda Wedding: શું છે 'પોટલોઈ' જેને પહેરીને રણદીપની દુલ્હન છે ચર્ચામાં

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
Randeep Hooda Wedding: શું છે 'પોટલોઈ' જેને પહેરીને રણદીપની દુલ્હન છે ચર્ચામાં 1 - image


Image Source: Twitter

- રણદીપ હુડ્ડા અને લીન લેશરામે મણિપુરના ઈમ્ફાલમાં પરંપરાગત મૈતેઈ રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા

મુંબઈ, તા. 30 નવેમ્બર 2023, ગુરૂવાર

ફિલ્મ અભિનેતા રણદીપ હૂડાએ તેનાથી 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે ગઈ કાલે મણિપુરના ઈમ્ફાલમાં સાત ફેરા લીધા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવતા જ ચર્ચાનો વિષય બની ગયો છે. રણદીપે મણિપુરી સ્ટાઈલમાં લીન લેશરામ સાથે લગ્ન કર્યા છે. જોકે, હવે તેમનું વેડિંગ લુક ચર્ચામાં આવ્યુ છે. 

અભિનેતા રણદીપ હુડ્ડા અને લીન લેશરામે મણિપુરના ઈમ્ફાલમાં પરંપરાગત મૈતેઈ રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા. આ દરમિયાન અભિનેતાની દુલ્હન લીન મણિપુરી દુલ્હનોનો પરંપરાગત ડ્રેસ પોટલોઈ પહેરેલી નજર આવી હતી. આ વેડિંગ આઉટફિટમાં તેની તસવીર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. તેનો આ લુક બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

પોટલોઈ શું છે?

પોટલોઈ પરંપરાગત મણિપુરી પોશાક છે જે સામાન્ય રીતે દુલ્હનો પહેરે છે. તે મોટું કાપડ અને વાંસથી બનેલું એક સિલેન્ડ્રિકલ સ્કર્ટ છે. જેને સાટનના કાપડ અને અન્ય આભૂષણોથી શણગારેલું હોય છે. લીનના આઉટફીટની વાત કરીએ તો લીને એમ્બ્રોઈડરીવાળા બ્લેક બ્લાઉઝ (જેને રેશમ ફ્યુરિટ કહેવાય છે) સાથે મરૂન પોટલોઈ પહેરતી હતી. તેણે પોતાના આ બ્રાઈડલ લુકને શીર આઈવરી ટ્યૂલ ડ્રેપ અને હેવી નેકલેસ સાથે કેરી કર્યો હતો. 

લીનના પોટલોઈ ડ્રેસમાં નીચેની તરફ સોનાના ઝરી વર્કની સાથે-સાથે સિલ્વર થ્રેડનું જટિલ ભરતકામ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ લેયર્ડ નેકપીસ, ચૂડીઓ, કડા, હાથફૂલ, લેયર્ડ ટિયાપા, હેવી એરિંગ્સ, માંગ-ટીકો અને તાજ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. મેકઅપની વાત કરીએ તો લીને સટલ બેસ મેકઅપ અને મરૂન લીપ શેડ સાથે પોતાના વેડિંગ લુકને કમ્પ્લીટ કર્યો હતો. 



Google NewsGoogle News