Get The App

શું ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે રણદીપ હુડ્ડા? કહ્યું, 'રાજકારણ એક સિરિયસ કરિયર છે અને હું...'

રણદીપ હુડ્ડા ભાજપ તરફથી ચૂંટણી લડશે તેવા સમાચાર સાંભળીને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે

પરંતુ આ બાબતે હવે અભિનેતાએ પોતે મૌન તોડ્યું છે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
શું ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે રણદીપ હુડ્ડા? કહ્યું, 'રાજકારણ એક સિરિયસ કરિયર છે અને હું...' 1 - image


Randeep Hooda Lok Sabha Election 2024: બોલિવૂડના ફેમસ એક્ટર રણદીપ હુડ્ડા આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. તેઓ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાના છે. ત્યારે અમુક રચનાત્મક મતભેદોના કારણે શરૂઆતમાં જ ડિરેક્ટર મહેશ માંજરેકર છોડી દેવામાં આવી હતી. ત્યારબાદ ફિલ્મનું ડિરેક્શન અને લેખન એભિનેતા દ્વારા જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એવા અહેવાલ છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીની રોહતક સીટ પરથી લડશે. ભાજપ તેના બીજા ઉમેદવારોની યાદીમાં પણ તેમનું નામ જાહેર કરશે. હવે આવી સ્થિતિમાં, અભિનેતાએ પોતે આ અંગે નિવેદન આપ્યું છે, તેણે રાજકારણમાં આવવાની પોતાની યોજના જણાવી છે. 

લોકસભા ચૂંટણી 2024 ભાજપ સીટ પર લડશે રણદીપ

રણદીપ હુડ્ડાએ આ બાબતે કહ્યું હતું કે, 'રાજનીતિ ફિલ્મ નિર્માતાઓ અને એક્ટર્સની જેમ એક ગંભીર કારકિર્દી છે. હું અત્યારે મારી ફિલ્મો પર વધુ ફોકસ કરવા માંગુ છું. હું એક સમયે એક કામ કરી શકું છું. અત્યારે હું બોલિવૂડમાં હીરો તરીકે કામ કરવા માગું છું અને પછી ડિરેક્ટરની ભૂમિકા ભજવવા માગું છું. મને લાગે છે કે ફિલ્મી કરિયર છોડીને રાજકારણમાં આવવું યોગ્ય નથી. મને લોકોની સેવા કરવી ગમે છે, હું સમુદ્રને પણ સાફ કરી શકું છું તેમજ તેના જેવા અન્ય કામ કરી શકું છું.' 

રાજકારણમાં જોડાવવા બાબતે આવું કહ્યું રણદીપે..

હાઈવે, સરબજીત અને સુલ્તાન જેવી સફળ ફિલ્મો આપનાર રણદીપે જણાવ્યું હતું કે, 'આ સમય રાજકારણમાં ઝંપલાવવાનો અને મારી ફિલ્મી કારકિર્દી છોડી દેવાનો આ યોગ્ય સમય નથી કારણ કે અડધું મેં ક્યારેય કોઈ કામ કર્યું નથી. દિલથી મને ખાલસા સહાયક તરીકે સેવા કરવી અથવા બીચ સાફ કરવું અથવા અન્ય પર્યાવરણીય કારણો માટે કામ કરવું ગમે છે. તે હંમેશા મારી અંદર હતું, પરંતુ તમે ક્યારેય ભવિષ્ય વિશે ન કહી શકો.' 

શું ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે રણદીપ હુડ્ડા? કહ્યું, 'રાજકારણ એક સિરિયસ કરિયર છે અને હું...' 2 - image


Google NewsGoogle News