Get The App

ડિપ્રેશનમાં જતો રહ્યો હતો રણદીપ હુડ્ડા: કહ્યું- કોઈ કામ નહોતું, ઘરનો સામાન વેચીને જિંદગી ચાલતી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
ડિપ્રેશનમાં જતો રહ્યો હતો રણદીપ હુડ્ડા: કહ્યું- કોઈ કામ નહોતું, ઘરનો સામાન વેચીને જિંદગી ચાલતી 1 - image


Randeep Hooda recalls being jobless for 11 years: રણદીપ હુડાની ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. અભિનેતાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાની નિષ્ફળતા વિશે વાત કરી હતી. રણદીપે કહ્યું કે તેમના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તે ડિપ્રેશનમાં ગયો હતો. તેની પાસે 11 વર્ષ સુધી કોઈ કામ ન હતું અને તે ઘરની વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતો હતો. તેની હાલત જોઈને તેના માતા-પિતા પરેશાન થઈ ગયા હતા.

ઘણા વર્ષોથી કોઈ કામ મળ્યું નથી

એક ઈન્ટરવ્યુમાં રણદીપે ખુલાસો કર્યો હતો કે તેણે પોતાની 23 વર્ષની કારકિર્દીમાં ઘણા વર્ષો કામ વગર વિતાવ્યા છે. તેણે જણાવ્યું કે, "મારી હાલત એવી થઇ ગઈ હતી કે ઘર ચલાવવા માટે મારી કાર પણ વેચી દીધી હતી. આટલું જ નહીં, મેં ધીમે-ધીમે ઘરનો સામાન પણ વેચવાનું શરૂ કરી દીધું."

ત્રણ વર્ષથી મારા વાળ નથી કાપ્યા

રણદીપે જણાવ્યું કે 2016માં 'બેટલ ઓફ સારાગઢી'ની જાહેરાત બાદ હું સુવર્ણ મંદિર ગયો હતો અને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી આ ફિલ્મ નહીં બને ત્યાં સુધી તે પોતાના વાળ નહીં કાપે. જો કે આ પછી અક્ષય કુમારની 'કેસરી' આવી. 'કેસરી' પણ એ જ મુદ્દા પર બની હતી, જેના પર 'બેટલ ઓફ સારાગઢી' બની રહી હતી. 'કેસરી' ફ્લોપ થઈ એટલે 'બેટલ ઑફ સારાગઢી' રિલીઝ થઈ નહીં. મને લાગ્યું કે મેં મારા જીવનના ત્રણ વર્ષ વેડફ્યા છે. મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી જેથી કોઈ મારા વાળ ન કાપે. હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. જો કે 'બેટલ ઑફ સારાગઢી' રિલીઝ થયા બાદ જ મેં મારા વાળ કાપ્યા હતા. 

ડિપ્રેશનમાં જતો રહ્યો હતો રણદીપ હુડ્ડા: કહ્યું- કોઈ કામ નહોતું, ઘરનો સામાન વેચીને જિંદગી ચાલતી 2 - image



Google NewsGoogle News