રણદીપ હુડા લીન લૈશરામ સાથે આ ઐતિહાસિક જગ્યાએ ફરશે સાત ફેરા, જુઓ પ્રી વેંડિગ ફોટો

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
રણદીપ હુડા લીન લૈશરામ સાથે આ ઐતિહાસિક જગ્યાએ ફરશે સાત ફેરા, જુઓ પ્રી વેંડિગ ફોટો 1 - image


નવી મુંબઇ,તા. 29 નવેમ્બર 2023, બુધવાર 

ફિલ્મ અભિનેતા રણદીપ હૂડા તેનાથી ૧૦ વર્ષ નાની ગર્લફ્રેન્ડ લીન લૈશરામ સાથે આજે લગ્ન કરવા જઇ રહ્યો છે. મણિપુરમાં સંપૂર્ણ ટ્રેડિશનલ રીતે લગ્ન પ્રસંગ યોજાવાનો છે. 

આ બધાની વચ્ચે, રણદીપની દુલ્હન એ ગઈ કાલે યોજાયેલા તેના પ્રી-વેડિંગ ફંક્શનની ઇનસાઇડ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

રણદીપ અને લિનના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરોમાં કપલ તેમના મિત્રો અને પરિવાર સાથે એન્જોય કરતા જોવા મળે છે. રણદીપ અને તેની ભાવિ પત્ની લિન રેડ કલરની પરંપરાગત શાલ પહેરીને મિત્રો સાથે પોઝ આપતા જોવા મળે છે. 

બીજી તસવીરમાં અભિનેતા ડાન્સિંગ પોઝમાં જોવા મળે છે. આ દરમિયાન લીન લેમન કલરની કોટન સાડીમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ત્રીજી તસવીર ડિનર ટેબલની છે.

આ લગ્ન બોલિવૂડમાં અત્યાર સુધી થયેલા તમામ લગ્નોથી સંપૂર્ણપણે અલગ હશે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નના કાર્ડનો ફોટો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા લગ્ન 29 નવેમ્બર, 2023ના રોજ ઇમ્ફાલ, મણિપુરમાં થશે., “મિત્રો અને પરિવારના આશીર્વાદ સાથે, અમે એ જ જગ્યાએ સાત ફેરા લેવા જઈ રહ્યા છીએ જ્યાં અર્જુને મહાભારતમાં મણિપુરની રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા.’ આ નવી સફરની શરૂઆતમાં અમે તમારા આશીર્વાદ અને પ્રેમની રાહ જોઈ રહ્યા છીએ.”

આ કપલ પોતાના લગ્ન બાદ મુંબઈમાં તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જેમાં ઘણા સેલેબ્સ હાજરી આપશે. જોકે રિસેપ્શનની કોઈ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.


Google NewsGoogle News