રણદીપ હુડાને હોલીવૂડમાં બીજી ફિલ્મ મેચબોક્સ મળી
- હોલીવૂડ સ્ટાર જ્હોન સીના સાથે કામ કરશે
મુંબઇ : રણદીપ હુડાને હોલીવૂડમાં બીજી ફિલ્મ 'મેચ બોક્સ' મળી છે. તેમાં તે હોલીવૂડના કલાકાર જ્હોન સીના સાથે દેખાવાનો છે.
આ ફિલ્મ પણ દિગ્દર્શક સૈન હોગ્રેવની છે. રણદીપ અગાઉ આ જ ડાયરેક્ટરની 'એક્સ્ટ્રેક્શન' ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. તેમાં તેણે ક્રિસ હેમ્સવર્થ સાથે સ્ક્રીન શેર કરી હતી. ફિલ્મનું શૂટિંગ હાલ બુડાપેસ્ટમાં ચાલી રહ્યું છે. સૈમ હોગ્રેવની સ્ટાઈલ પ્રમાણે આ પણ એક એક્શન ફિલ્મ હશે.