રણદીપ હુડ્ડા તેનાથી 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લેશે, મહાભારત સાથે છે લગ્નનું કનેક્શન

તેમના લગ્નનું કનેક્શન મહાભારત સાથે જોડાયેલુ છે

રણદીપ આ 29 નવેમ્બરના રોજ લગ્ન કરી રહ્યા છે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
રણદીપ હુડ્ડા તેનાથી 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લેશે, મહાભારત સાથે છે લગ્નનું કનેક્શન 1 - image
Image Social  Media

તા. 25 નવેમ્બર 2023, શુક્રવાર

Randeep Hooda Wedding : બોલિવુડ એક્ટર રણદીપ હુડા છેલ્લા સમયથી પોતાની પ્રસનલ લાઈફને લઈને લાઈમલાઈટમાં છે. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં તેમની ચર્ચાઓ ચાલી રહી છે. તે પોતાની ઘણા લાંબા સમયની ગર્લફેન્ડ લિન લેશરામ સાથે લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે. આ મામલે અત્યાર સુધી છુપુ રાખનારા રણદીપે હવે ફાઈનલી તેના પર ચુપકીદી તોડી છે. તેમણે લિન લેશરામ સાથે તેના લગ્નની તારીખની જાહેરાત કરી છે. 

મહાભારત સાથે છે લગ્નનું કનેક્શન 

રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની જાહેરાત કરતા સાથે કહ્યુ હતું કે, તે કઈ જગ્યા પર સાત ફેરા લેવાના છે. તેમના લગ્નનું કનેક્શન મહાભારત સાથે જોડાયેલુ છે. રણદીપ આ 29 નવેમ્બરના રોજ લગ્ન કરી રહ્યા છે. તેમના લગ્ન બોલિવુડમાં થતા લગ્નમાં અત્યાર સુધીમાં સૌથી અલગ રીતે થવાના છે. 

આ જગ્યા પર લેવાશે સાત ફેરા

રણદીપે લગ્ન કાર્ડ શેર કર્યુ છે તેમા લખ્યુ છે કે, અમારી પાસે તમને સૌને એક્સાઈટેડ કરનારા સમાચાર છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા કાર્ડમાં  લખ્યુ છે કે, તેઓ મણિપુરના ઈંફાલ ખાતે લગ્નના સાત ફેરા લેવા જઈ રહ્યા છે. આ ઉપરાંત લગ્ન કાર્ડ પર લખ્યું છે કે, મહાભારતમા જે જગ્યા પર અર્જુને મણિપુરની પ્રિંસેસ ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા, તે જ પવિત્ર જગ્યા પર મિત્રો અને પરિવારના આશિર્વાદ સાથે સાત ફેરા લેશે. આ સાથે એ વાત પણ કરી હતી કે ઈંફાલમાં લગ્ન કર્યા બાદ કપલ મુંબઈમાં રિશેપ્શન પાર્ટીનું આયોજન કરશે. 


Google NewsGoogle News