ધૂમ ફોરમાં રણબીરનો નવો લૂક, સૂર્યા વિલન બને તેવી સંભાવના
- આગામી એપ્રિલથી શૂટિંગ શરુ થશે
- ઉદય ચોપરા અને અભિષેકની જગ્યાએ નવા કલાકારોનું કાસ્ટિંગ થઈ શકે છે
મુંબઈ : 'ધૂમ ફોર'માં રણબીર કપૂર નવા જ લૂકમાં દેખાશે. તેની સાથે વિલનની ભૂમિકા માટે સાઉથના સ્ટાર સૂર્યાનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ વખતે પોલીસ કર્મચારીઓ તરીકે પણ ઉદય ચોપરા અને અભિષેક બચ્ચનના સ્થાને નવા બે કલાકારો જોવા મળે તેવી સંભાવના છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૫માં શરૃ કરવામાં આવશે. રણબીર હાલ મુંબઈમાં સંજય લીલા ભણશાલીની 'લવ એન્ડ વોર'નું શૂટિંગ કરી રહ્યો છે જે પૂરું થયા પછી 'ધૂમ-ફોર' સાથે જોડાશે.
હાલ ફિલ્મની પ્રોડક્શન ટીમ ફિલ્મની બે લીડ અભિનેત્રી અને એક વિલનના કાસ્ટિંગમાં વ્યસ્ત છે.
ફિલ્મ પર પ્રી-પ્રોડક્શનની ટીમ કામ કરી રહી છે. 'ધૂમ-ફોર'ની સ્ક્રિપ્ટ આદિત્ય ચોપરા અને વિજય કૃષ્ણ આચાર્ય સાથે મળીને તૈયાર કરી છે.