એનિમલમાં રણબીરની સાસુ રામાયણમાં તેની માતા બનશે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
એનિમલમાં રણબીરની સાસુ રામાયણમાં તેની માતા બનશે 1 - image


- કૌશલ્યાના રોલ માટે ઈન્દિરા કૃષ્ણનની પંસદગી

- રામાયણનું શૂટિંગ ઠેલાયું પરંતુ કલાકારોની  એક પછી એક જાહેરાત થઈ રહી છે

મુંબઇ : 'એનિમલ' ફિલ્મમાં રણબીર કપૂરની સાસુનો રોલ ભજવનારી ઈન્દિરા કૃષ્ણન આગામી  ફિલ્મ 'રામાયણ'માં તેની માતાના રોલમાં જોવા મળશે. 

આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં છે. હવે ઈન્દિરા કૃષ્ણનની કૌશલ્યાના રોલ માટે પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

આ ફિલ્મનું શૂટિંગ પાછું ઠેલાયું હોવાનું કહેવાય છે. જોકે, તેના કલાકારો વિશે સતત અપડેટ આવતી રહે છે. 

હજુ સુધી ફિલ્મ વિશે સત્તાવાર ઘોષણા થઈ નથી. નિતેશ તિવારી આગામી રામનવમીએ ફિલ્મ વિશે અધિકૃત જાહેરાત કરે તેવી સંભાવના છે. જોકે, રણબીર કપૂરે રામ અને સાઈ પલ્લવીએ સીતાની ભૂમિકા માટે  તૈયારી શરુ કરી દીધી છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનવાની હોવાનું કહેવાય છે. 

Ranbir

Google NewsGoogle News