રણબીર કપૂરની રામાયણ કોપીરાઈટના વિવાદમાં ફસાઈ

Updated: May 11th, 2024


Google NewsGoogle News
રણબીર કપૂરની રામાયણ કોપીરાઈટના વિવાદમાં ફસાઈ 1 - image


- છૂટા પડેલા નિર્માતા દ્વારા જાહેર નોટિસ

- પેમેન્ટ બાકી હોવાથી હજુ ફિલ્મ નિર્માણના હક્કો ટ્રાન્સફર થયા નહિ હોવાની ચેતવણી

મુંબઇ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. પરંતુ, હવે આ ફિલ્મ કોપીરાઈટના વિવાદમાં ફસાઈ ગઈ છે. આ  પ્રોજેક્ટ છોડી ચૂકેલા નિર્માતા મધુ મન્ટેનાએ જાહેર નોટિસ સાથે ચેતવણી આપી છે કે હજુ પેમેન્ટ બાકી હોવાથી ફિલ્મના હક્કો પોતાની પાસે જ છે અને તે ટ્રાન્સફર કરાયા નથી. આ ફિલ્મનાં બજેટ બાબતે વિવાદ થતાં મધુ મન્ટેનાએ આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. તે પછી નમિત મલ્હોત્રા તથા પ્રાઈમ ફોક્સ સહિતના નિર્માતાઓ આ પ્રોજેક્ટને આગળ વધારી રહ્યા છે. 'કેજીએફ' સીરીઝનો સ્ટાર યશ પણ આ પ્રોજેક્ટમાં સહ નિર્માતા હોવાનું કહેવાય છે. મધુ મન્ટેનાએ નોટિસ આપતાં હ્યું છે કે રામાયણની સ્ક્રિપ્ટ તથા અન્ય મટિરિયલ સંબંધમાં પ્રાઈણ ફોક્સ સાથે એક કરાર થયો હતો. પરંતુ આ કરાર અનુસારનું પેમેન્ટ હજુ થયું નથી. બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર હવે સહ નિર્માતા તરીકે યશ આ વિવાદનો નિવેડો લાવશે તેવી આશા છે. 

ફિલ્મનું શૂટિંગ ઓલરેડી શરુ થઈ ચૂક્યું છે. 

રણબીર તથા સાઈ પલ્લવી , સની દેઓલ સહિતના કલાકારો પણ જાહેર થઈ ચૂક્ય છે .આ સંજોગોમાં હવે આ પ્રોજેક્ટમાથી પાછી પાની કરાય તેમ નથી. 


Google NewsGoogle News