રણબીર કપૂરને છે આ બીમારી, ઝડપથી બોલવાની અને ઝલ્દીથી ખાવાની ટેવ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
રણબીર કપૂરને છે આ બીમારી, ઝડપથી બોલવાની અને ઝલ્દીથી ખાવાની ટેવ 1 - image


નવી મુંબઇ,તા. 3 નવેમ્બર 2023, શુક્રવાર  

બોલિવૂડ ચોકલેટી બોય તરીકે જાણીતા રણબીર કપૂર કરોડો દિલો પર રાજ કરે છે, એક્ટિંગના દમ પર પોતાનું ફેન ફૉલોઇંગ તગડું બનાવનાર કપૂર ખાનદાનના વારસદારને લોકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે,આલિયાના પતિ રણબીરને એક બીમારી છે.

આ રોગ ખૂબ જ દુર્લભ છે. આ જ કારણ છે કે, રણબીર ઝડપથી ખોરાક ખાઈ લે છે અને મોટેથી વાત કરે છે. ઘણી વખત તમે ફિલ્મોમાં જોયું હશે કે, રણબીર કપૂરના ડાયલોગ્સ ખૂબ જ ઝડપી બની જાય છે. ઘણી વખત પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપતી વખતે તે જોરથી બોલવા લાગે છે. રણબીર કપૂર જે બીમારીથી પીડિત છે તેનું નામ છે નેજલ સેપ્ટમ(Nasal Septum). આ રોગમાં શ્વાસ લેવામાં તકલીફ, નસકોરા અને સાઇનસની સમસ્યા થાય છે.

રણબીર કપૂરની બીમારી કેટલી ગંભીર છે?

આ બીમારી બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. આ રોગમાં નાકનું હાડકું થોડું વાંકું થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ રોગના લક્ષણો બહુ ગંભીર નથી. જો કે, કેટલાક કિસ્સાઓમાં વારે વારે સાઇનસ ચેપનું જોખમ રહેલું છે.

સારવાર 

રણબીર કપૂરના નાકના ભાગની બીમારીની સારવાર સર્જરી દ્વારા કરી શકાય છે. સેપ્ટોપ્લાસ્ટી સર્જરીની મદદથી નાકના ભાગને સુધારી શકાય છે પરંતુ રણબીર કપૂરે સારવાર કરાવવાનો ઇનકાર કરી દીધો છે. 2009માં, જ્યારે એક ફિલ્મ નિર્દેશકે તેને સર્જરી કરાવવાની સલાહ આપી, ત્યારે રણબીરે ના પાડી અને કહ્યું કે, તે તેના વાંકાચૂકા નાકથી ખૂબ જ ખુશ છે.

નુકસાન

આ બીમારીમાં ચહેરા પર સોજો, નાકમાં દુખાવો, માથાનો દુખાવો, સોજો અને આંખોની આસપાસ દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. સામાન્ય રીતે આ સમસ્યાઓ એક-બે દિવસમાં દૂર થઈ જાય છે, પરંતુ કેટલીકવાર સોજો મહિનાઓ સુધી ચાલુ રહે છે. જેને માત્ર સર્જરી દ્વારા જ ઠીક કરી શકાય છે.


Google NewsGoogle News