Animal Advance Booking: રણબીર કપૂરની ફિલ્મ ANIMAL એ રિલીઝના 5 દિવસ પહેલા જ કરી દીધી બમ્પર કમાણી
Image Source: Twitter
મુંબઈ, તા. 27 નવેમ્બર 2023 સોમવાર
રણબીર કપૂર, બોબી દેઓલ અને અનિલ કપૂરની જોડી પહેલી વખત એનિમલ દ્વારા બોક્સ ઓફિસ પર આવી રહી છે. મેકર્સે શનિવારથી તેની ટિકિટની બાકી ખોલી દીધી છે. 1 ડિસેમ્બર 2023એ રિલીઝ થઈ રહેલી એનિમલની એડવાન્સ બુકિંગના પહેલા દિવસના આંકડાના કારણે મેકર્સે રાહતનો શ્વાસ લીધો છે. પહેલેથી જ રશ્મિકા મંદાના અને રણબીર કપૂરની ફિલ્મને લઈને માર્કેટમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા જ દિવસે તેણે એડવાન્સ બુકિંગમાં શાનદાર પરફોર્મ કર્યુ છે.
રિપોર્ટ અનુસાર એનિમલે પ્રી-રિલીઝમાં 3.4 કરોડનું કલેક્શન કર્યુ છે. લગભગ અમુક કલાકોની અંદર તેની ધડાધડ ટિકિટો પહેલા દિવસના પહેલા શો માટે વેચાઈ ગઈ. ફિલ્મની એડવાન્સ ટિકિટ બુકના 24 કલાકની અંદર જ 11 હજારથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.
પહેલા દિવસે સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મની 1 લાખ 13 હજાર ટિકિટો વેચાઈ ગઈ. જેમાં તેલુગુની 20591 અને તમિલની 200 ટિકિટ સામેલ છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, કેરળ અને હરિયાણામાં તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
5 દિવસમાં રેકોર્ડ તોડી શકશે?
એનિમલની પાસે એડવાન્સ બુકિંગ માટે હજુ 5 દિવસ બાકી છે. દરમિયાન ફિલ્મ એનિમલ શું આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોનો રેકોર્ડ તોડી શકશે?. તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર એનિમલ શાહરુખ ખાનની જવાનનો તેલુગુમાં રેકોર્ડ તોડી શકે છે.
ટાઈગર 3 નો રેકોર્ડ તોડવો મુશ્કેલ
દિવાળી પર રિલીઝ થયેલી ટાઈગર 3 એ એડવાન્સ બુકિંગમાં 22.79 કરોડનું કલેક્શન કર્યુ હતુ. જેની 87 લાખથી વધુ ટિકિટ વેચાઈ હતી. જવાને એડવાન્સ બુકિંગમાં 40.75 કરોડનો આંકડો પાર કર્યો હતો. તેનો રેકોર્ડ તોડવો મુશ્કેલ હશે. રણબીરને પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ તોડવા માટે 22 કરોડ પ્રી રિલીઝમાં કમાવવા પડશે.